________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરિશિષ્ટ
૫૯૭
प्रतिपद्यात्मानं नाशयति, तदा परभावेनासत्त्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न ददाति १२। यदाऽनित्यज्ञानविशेषैः खण्डितनित्यज्ञानसामान्यो नाशमुपैति, तदा ज्ञानसामान्यरूपेण नित्यत्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति १३। यदा तु नित्यज्ञानसामान्योपादानायानित्यज्ञानविशेषत्यागेनात्मानं नाशयति, तदा ज्ञानविशेषरूपेणानित्यत्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न ददाति १४।।
भवन्ति चात्र श्लोकाः
(શાર્દૂતવિહિત) बाह्याथैः परिपीतमुज्झितनिजप्रव्यक्तिरिक्तीभवद् विश्रान्तं पररूप एव परितो ज्ञानं पशोः सीदति। यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुनर्दूरोन्मग्नघनस्वभावभरतः पूर्ण समुन्मज्जति।। २४८ ।।
કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરભાવથી અસપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૧૨. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ અનિત્ય જ્ઞાનવિશેષો વડે પોતાનું નિત્ય જ્ઞાન સામાન્ય ખંડિત થયું માનીને નાશ પામે છે. ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) જ્ઞાન સામાન્યરૂપથી નિત્યપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. ૧૩. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ નિત્ય જ્ઞાનસામાન્યનું ગ્રહણ કરવા માટે અનિત્ય જ્ઞાનવિશેષોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે (અર્થાત્ જ્ઞાનના વિશેષોનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) જ્ઞાનવિશેષરૂપથી અનિત્યપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૧૪.
(અહીં ત-અતના ૨ ભંગ, એક-અનેકના ૨ ભંગ, સત્અ સના દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી ૮ ભંગ, અને નિત્યઅનિત્યના ૨ ભંગ-એમ બધા મળીને ૧૪ ભંગ થયા. આ ચૌદ ભંગોમાં એમ બતાવ્યું કે-એકાંતથી જ્ઞાનમાત્ર આત્માનો અભાવ થાય છે અને અનેકાંતથી આત્મા જીવતો રહે છે; અર્થાત્ એકાંતથી આત્મા જે સ્વરૂપે છે તે સ્વરૂપે સમજાતો નથી, સ્વરૂપમાં પરિણમતો નથી, અને અનેકાંતથી તે વાસ્તવિક સ્વરૂપે સમજાય છે, સ્વરૂપમાં પરિણમે છે. )
અહીં નીચે પ્રમાણે (૧૪ ભંગોના કળશરૂપે) ૧૪ કાવ્યો પણ કહેવામાં આવે છે:
(પ્રથમ, પહેલાં ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાર્થ- [ વહેં–અર્થે પરિવીન્] બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com