________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પ૯૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
भावाभवनशक्तिस्वभाववत्त्वेनाऽसत्त्वात्, अनादिनिधनाविभागैकवृत्तिपरिणतत्वेन नित्यत्वात्, क्रमप्रवृत्तैकसमयावच्छिन्नानेकवृत्त्यंशपरिणतत्वेनानित्यत्वात्, तदतत्त्वमेका-नेकत्वं सदसत्त्वं नित्यानित्यत्वं च प्रकाशत एव। ननु यदि ज्ञानमात्रत्वेऽपि आत्मवस्तुनः स्वयमेवानेकान्त प्रकाशते, तर्हि किमर्थमर्हद्भिस्तत्साधनत्वेनाऽनुशास्यतेऽनेकान्तः ?
अज्ञानिनां ज्ञानमात्रात्मवस्तुप्रसिद्ध्यर्थमिति ब्रूमः। न खल्वनेकान्तमन्तरेण ज्ञानमात्रमात्मवस्त्वेव प्रसिध्यति। तथाहि-इह हि स्वभावत एव बहुभावनिर्भरे विश्वे सर्वभावानां स्वभावेनाद्वैतेऽपि द्वैतस्य निषेद्धुमशक्यत्वात् समस्तमेव वस्तु स्वपररूपप्रवृत्तिव्यावृत्तिभ्यामुभयभावाध्यासितमेव। तत्र यदायं ज्ञानमात्रो भाव: शेषभावैः सह स्वरसभरप्रवृत्तज्ञातृज्ञेयसम्बन्धतयाऽनादिज्ञेयपरिणमनात् ज्ञानतत्त्वं पररूपेण प्रतिपद्याज्ञानी भूत्वा नाशमुपैति, तदा स्वरूपेण तत्त्वं द्योतयित्वा
હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડે અસપણું છે; અનાદિનિધન અવિભાગ એક વૃત્તિરૂપે પરિણતપણા વડે નિત્યપણું છે, અને ક્રમે પ્રવર્તતા, એક સમયની મર્યાદાવાળા અનેક વૃત્તિ-અંશોરૂપે પરિણતપણા વડે અનિત્યપણું છે. (આ રીતે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને પણ, તત્-અતપણું વગેરે બળે વિરુદ્ધ શક્તિઓ સ્વયમેવ પ્રકાશતી હોવાથી, અનેકાંત સ્વયમેવ પ્રકાશે જ છે.)
(પ્રશ્ન-) જો આત્મવસ્તુને, જ્ઞાનમાત્રપણું હોવા છતાં, સ્વયમેવ અનેકાંત પ્રકાશ છે, તો પછી અહંત ભગવંતો તેના સાધન તરીકે અનેકાંતને (-સ્યાદ્વાદને) શા માટે ઉપદેશ છે? (ઉત્તર-) અજ્ઞાનીઓને જ્ઞાનમાત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ કરવા માટે ઉપદેશે છે એમ અમે કહીએ છીએ. ખરેખર અનેકાંત (–સ્યાદ્વાદ) વિના જ્ઞાનમાત્ર આત્મવસ્તુ જ પ્રસિદ્ધ થઈ શક્તી નથી. તે નીચે પ્રમાણે સમજાવવામાં આવે છે:
સ્વભાવથી જ બહુ ભાવોથી ભરેલા આ વિશ્વમાં સર્વ ભાવોનું સ્વભાવથી અદ્વૈત હોવા છતાં, દૈતનો નિષેધ કરવો અશક્ય હોવાથી સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરરૂપથી વ્યાવૃત્તિ વડે બને ભાવોથી અધ્યાસિત છે ( અર્થાત્ સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવર્તતી હોવાથી અને પરરૂપથી ભિન્ન રહેતી હોવાથી દરેક વસ્તુમાં બન્ને ભાવો રહેલા છે). ત્યાં, જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ (–આત્મા), શેષ (બાકીના) ભાવો સાથે નિજ રસના ભારથી પ્રવર્તલા જ્ઞાતા-શયના સંબંધને લીધે અને અનાદિ કાળથી શેયોના પરિણમનને લીધે જ્ઞાનતત્ત્વને પર રૂપે માનીને (અર્થાત્ શેયરૂપે અંગીકાર કરીને) અજ્ઞાની થયો થકો નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વ-રૂપથી (જ્ઞાનરૂપથી) તત્પણું પ્રકાશીને ( અર્થાત્ જ્ઞાન જ્ઞાનપણે જ છે એમ પ્રગટ કરીને), જ્ઞાતાપણે પરિણમનને લીધે જ્ઞાની કરતો થકો અનેકાંત જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com