SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (વિયોનિની) व्यवहारविमूढदृष्टयः परमार्थ कलयन्ति नो जनाः। तुषबोधविमुग्धबुद्धयः कलयन्तीह तुषं न तण्डुलम्।। २४२ ।। (વાત) द्रव्यलिङ्गममकारमीलितैदृश्यते समयसार एव न। द्रव्यलिङ्गमिह यत्किलान्यतो ज्ञानमेकमिदमेव हि स्वतः।। २४३ ।। શ્લોકાર્થઃ- [વ્યવહાર–વિમૂઢ–દય: બના: પરમાર્થ નો વતત્તિ] વ્યવહારમાં જ જેમની દષ્ટિ (–બુદ્ધિ ) મોહિત છે એવા પુરુષો પરમાર્થને જાણતા નથી, [ ૩૬ તુષ– વોધ–વિમુધ-વૃદ્ધય: તુષ નયત્તિ, ન તડુત્તમ્] જેમ જગતમાં તુષના જ્ઞાનમાં જ જેમની બુદ્ધિ મોહિત છે (-મોહ પામી છે) એવા પુરુષો તુષને જ જાણે છે, તંડુલને જાણતા નથી. ભાવાર્થ-જેઓ ફોતરાંમાં મુગ્ધ થઈ રહ્યા છે, ફોતરાંને જ કૂટયા કરે છે, તેમણે તંડુલને જાણ્યા જ નથી; તેવી રીતે જેઓ દ્રવ્યલિંગ આદિ વ્યવહારમાં મુગ્ધ થઈ રહ્યા છે (અર્થાત્ શરીરાદિની ક્રિયામાં મમત્વ કર્યા કરે છે), તેમણે શુદ્ધાત્મઅનુભવનરૂપ પરમાર્થને જાણ્યો જ નથી; અર્થાત્ એવા જીવો શરીરાદિ પરદ્રવ્યને જ આત્મા જાણે છે, પરમાર્થ આત્માનું સ્વરૂપ તેઓ જાણતા જ નથી. ૨૪૨. હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ pવ્યતિ–માર—નીતિવૈઃ સમયસર: વ ન દશ્યતે] જેઓ દ્રવ્યલિંગમાં મમકાર વડે અંધ-વિવેકરહિત છે, તેઓ સમયસારને જ દેખતા નથી; [ યત રૂ દ્રવ્યતિમ્ વિન મન્યત:] કારણ કે આ જગતમાં દ્રલિંગ તો ખરેખર અન્યદ્રવ્યથી થાય છે, [રૂદ્રમ્ જ્ઞાનમ્ વ દિ શમ્ સ્વત:] આ જ્ઞાન જ એક પોતાથી (આત્મદ્રવ્યથી ) થાય છે. ભાવાર્થ-જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ વડે અંધ છે તેમને શુદ્ધાત્મદ્રવ્યનો અનુભવ જ નથી, કારણ કે તેઓ વ્યવહારને જ પરમાર્થ માનતા હોવાથી પરદ્રવ્યને જ આત્મદ્રવ્ય માને છે. ૨૪૩. ૧. તુષ = ડાંગરનાં ફોતરાં અનાજનાં ફોતરાં. ૨. તંડુલ = ફોતરાં વિનાના ચોખા, ફોતરાં વિનાનું અનાજ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy