________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
व्यवहारनयो विचित्रवर्णमालिकास्थानीयत्वात्परिज्ञायमानस्तदात्वे प्रयोजनवान; तीर्थतीर्थफलयोरित्थमेव व्यवस्थितत्वात्। उक्तं च
"जइ जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयह। एक्केण विणा छिज्जइ तित्थं अण्णेण उण तच्चं।।''
એવો વ્યવહારનય, વિચિત્ર (અનેક) વર્ણમાળા સમાન હોવાથી, જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. એ રીતે પોતપોતાના સમયમાં બન્ને નયો કાર્યકારી છે કારણ કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. (જેનાથી તરાય તે તીર્થ છે; એવો વ્યવહારધર્મ છે. પાર થવું તે વ્યવહારધર્મનું ફળ છે; અથવા પોતાના સ્વરૂપને પામવું તે તીર્થફળ છે.) બીજી જગ્યાએ પણ કહ્યું છે કે
'जह जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयह। एक्केण विणा छिज्जइ तित्थं अण्णेण उण तच्च।।''
[ અર્થ-આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો! જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય-એ બન્ને નયોને ન છોડો; કારણ કે વ્યવહારનય વિના તો તીર્થ-વ્યવહારમાર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચયનય વિના તત્ત્વ (વસ્તુ) નો નાશ થઈ જશે.]
ભાવાર્થ:- લોકમાં સોનાના સોળ વાલ પ્રસિદ્ધ છે. પંદર-વલા સુધી તેમાં ચૂરી આદિ પરસંયોગની કાલિમાં રહે છે તેથી અશુદ્ધ કહેવાય છે; અને તાપ દેતાં દેતાં છેલ્લા તાપથી ઊતરે ત્યારે સોળ-વલું શુદ્ધ સુવર્ણ કહેવાય છે. જે જીવોને સોળ-વલા સોનાનું જ્ઞાન, શ્રદ્ધાન તથા પ્રાપ્તિ થઈ તેમને પંદર-વલા સુધીનું કાંઈ પ્રયોજનવાન નથી અને જેમને સોળ-વલા શુદ્ધ સોનાની પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી પંદર-વલા સુધીનું પણ પ્રયોજનવાન છે. એવી રીતે આ જીવ નામનો પદાર્થ છે તે પુગલના સંયોગથી અશુદ્ધ અનેકરૂપ થઈ રહ્યો છે. તેના, સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, એક જ્ઞાયકપણામાત્રનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણરૂપ પ્રાપ્તિ-એ ત્રણે જેમને થઈ ગયાં તેમને તો પુદ્ગલસંયોગજનિત અનેકરૂપપણાને કહેનારો અશુદ્ધનય કાંઈ પ્રયોજનવાન (કોઈ મતલબનો) નથી; પણ
જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જેટલું અશુદ્ધનયનું કથન છે તેટલું યથાપદવી પ્રયોજનવાળું છે. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાનની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવાં જિનવચનોનું સાંભળવું, ધારણ કરવું તથા જિનવચનોને કહેનારા શ્રી જિન-ગુરુની ભક્તિ, જિનબિંબનાં દર્શન ઈત્યાદિ વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે; અને જેમને શ્રદ્ધાન-જ્ઞાન તો થયાં છે પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com