________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૪૭
मनसा चेति ४३। न करोमि वाचा चेति ४४। न कारयामि वाचा चेति ४५। न कुर्वन्तमप्यन्यं समनुजानामि वाचा चेति ४६ । न करोमि कायेन चेति ४७। न कारयामि कायेन चेति ४८। न कुर्वन्तमप्यन्यं समनुजानामि कायेन चेति ४९ ।
(માર્યા) मोहविलासविजृम्भितमिदमुदयत्कर्म सकलमालोच्य। आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते।। २२७ ।।
इत्यालोचनाकल्पः समाप्तः।
હોય તેને અનુમોદતો નથી મનથી. ૪૩. હું કરતો નથી વચનથી. ૪૪. હું કરાવતો નથી વચનથી. ૪પ. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી વચનથી. ૪૬. હું કરતો નથી કાયાથી. ૪૭. હું કરાવતો નથી કાયાથી. ૪૮. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી કાયાથી. ૪૯. (આ રીતે, પ્રતિક્રમણના જેવા જ આલોચનામાં પણ ૪૯ ભંગ કહ્યા.)
હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- (નિશ્ચયચારિત્રને અંગીકાર કરનાર કહે છે કે- ) [મોદવિતાવિકૃસ્મિતમ્ રૂ ૩યત્ ર્મ] મોહના વિલાસથી ફેલાયેલું જે આ ઉદયમાન (ઉદયમાં આવતું) કર્મ [સવમ્ માનોવ્ય] તે સમસ્તને આલોચીને (-તે સર્વ કર્મની આલોચના કરીને- ) [ નિષ્કળ ચૈતન્ય–આત્મિનિ માત્મનિ ગાત્મના નિત્ય વર્ત] હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (પોતાથી જ-) નિરંતર વર્તુ છું.
ભાવાર્થ- વર્તમાન કાળમાં કર્મનો ઉદય આવે તેના વિષે જ્ઞાની એમ વિચારે છે કે પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તેનું આ કાર્ય છે, મારું તો આ કાર્ય નથી. હું આનો કર્તા નથી, હું તો શુદ્ધચૈતન્યમાત્ર આત્મા છું. તેની દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ છે. તે દર્શનશાનરૂપ પ્રવૃતિ વડે હું આ ઉદયમાં આવેલા કર્મનો દેખનાર-જાણનાર છું. મારા સ્વરૂપમાં જ હું વર્તુ છું. આવું અનુભવન કરવું તે જ નિશ્ચયચારિત્ર છે. ૨૨૭
આ રીતે આલોચનાકલ્પ સમાપ્ત થયો.
(હવે ટીકામાં પ્રત્યાખ્યાનકલ્પ અર્થાત્ પ્રત્યાખ્યાનનો વિધિ કહે છે:
(પ્રત્યાખ્યાન કરનાર કહે છે કે-)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com