________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(માનિની) यदिह भवति रागद्वेषदोषप्रसूतिः कतरदपि परेषां दूषणं नास्ति तत्र। स्वयमयमपराधी तत्र सर्पत्यबोधो भवतु विदितमस्तं यात्वबोधोऽस्मि बोधः ।। २२० ।।
માટે (આચાર્યદવ કહે છે કે, જીવને રાગાદિનું ઉત્પાદક અને પરદ્રવ્યને દેખતા (-માનતા, સમજતા) નથી કે જેના પર કોપ કરીએ.
ભાવાર્થ-આત્માને રાગાદિક ઊપજે છે તે પોતાના જ અશુદ્ધ પરિણામ છે. નિશ્ચયનયથી વિચારવામાં આવે તો અન્યદ્રવ્ય રાગાદિકનું ઉપજાવનાર નથી, અન્યદ્રવ્ય તેમનું નિમિત્તમાત્ર છે; કારણ કે અન્યદ્રવ્યને અન્યદ્રવ્ય ગુણપર્યાય ઉપજાવતું નથી એ નિયમ છે. જેઓ એમ માને છે-એવો એકાંત કરે છે-કે “પદ્રવ્ય જ મને રાગાદિક ઉપજાવે છે, તેઓ ન વિભાગને સમજ્યા નથી, મિથ્યાદષ્ટિ છે. એ રાગાદિક જીવના સત્ત્વમાં ઊપજે છે, પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે-એમ માનવું તે સમ્યજ્ઞાન છે. માટે આચાર્ય મહારાજ કહે છે કે અમે રાગદ્વેષની ઉત્પત્તિમાં અન્ય દ્રવ્ય પર શા માટે કોપ કરીએ? રાગદ્વેષનું ઊપજવું તે પોતાનો જ અપરાધ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાઃ - [૩] આ આત્મામાં [વત્ રાT-s-દ્દોષ–પ્રતિ: મવતિ] જે રાગદ્વેષરૂપ દોષોની ઉત્પત્તિ થાય છે [તત્ર પરેષાં તરન્ પિ ફૂષને નાસ્તિ] ત્યાં પરદ્રવ્યનો કાંઈ પણ દોષ નથી, [ તત્ર સ્વયમ્ મારાથી યમ્ નવોદ: સર્પતિ ] ત્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે- [વિરિતમ્ ભવતુ] એ પ્રમાણે વિદિત થાઓ અને [ ગોધ: નર્ત યાતુ] અજ્ઞાન અસ્ત થઈ જાઓ; [વો: રિમ] હું તો જ્ઞાન છું.
ભાવાર્થ-અજ્ઞાની જીવ રાગદ્વેષની ઉત્પત્તિ પરદ્રવ્યથી થતી માનીને પરદ્રવ્ય ઉપર કોપ કરે છે કે “આ પરદ્રવ્ય મને રાગદ્વેષ ઉપજાવે છે, તેને દૂર કરું'. એવા અજ્ઞાની જીવને સમજાવવાને આચાર્યદવ ઉપદેશ કરે છે કે-રાગદ્વેષની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં જ થાય છે અને તે આત્માના જ અશુદ્ધ પરિણામ છે. માટે એ અજ્ઞાનને નાશ કરો, સમ્યજ્ઞાન પ્રગટ કરો, આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ અનુભવ કરો; પરદ્રવ્યને રાગદ્વેષનું ઉપજાવનારું માનીને તેના પર કોપ ન કરો. ૨૨૦
Please inform us of any errors on rajesh@AtmaDharma.com