________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૧૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
कुड्यादिपरद्रव्यं सेटिकानिमित्तकेनात्मनः स्वभावस्य परिणामेनोत्पद्यमानमात्मनः स्वभावेन श्वेतयतीति व्यवह्रियते, तथा चेतयितापि ज्ञानदर्शनगुणनिर्भरपरापोहनात्मकस्वभाव:
स्वयं पुद्गलादिपरद्रव्यस्वभावेनापरिणममान: पुद्गलादिपरद्रव्यं चात्मस्वभावेनापरिणमयन् पुद्गलादिपरद्रव्यनिमित्तकेनात्मनो ज्ञानदर्शनगुणनिर्भरपरापोहनात्मकस्वभावस्य परिणामेनोत्पद्यमानः पुद्गलादिपरद्रव्यं चेतयितृनिमित्तकेनात्मनः स्वभावस्य परिणामेनोत्पद्यमानमात्मनः स्वभावेनापोहतीति व्यवहियते।
एवमयमात्मनो ज्ञानदर्शनचारित्रपर्यायाणां निश्चयव्यवहारप्रकारः। एवमेवान्येषां सर्वेषामपि पर्यायाणां द्रष्टव्यः।
ઊપજતી થકી, ખડી જેને નિમિત્ત છે એવા પોતાના (-ભીંત-આદિના-) સ્વભાવના પરિણામ વડે ઊપજતા ભીંત-આદિ પરદ્રવ્યને, પોતાના (-ખડીના-) સ્વભાવથી શ્વેત કરે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે તેવી રીતે જેનો જ્ઞાનદર્શનગુણથી ભરેલો, પરના અપોનસ્વરૂપ સ્વભાવ છે એવો ચેતયિતા પણ, પોતે પુદગલાદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતો થકો અને પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતો થકો, પગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના જ્ઞાનદર્શનગુણથી ભરેલા પરઅપોહનાત્મક (-પરના ત્યાગસ્વરૂપ) સ્વભાવના પરિણામ વડે ઊપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના (-પુદગલાદિના-) સ્વભાવના પરિણામ વડ ઊપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને, પોતાના (-ચેતયિતાના-) સ્વભાવથી અપોહે છે અર્થાત્ ત્યાગે છેએમ વ્યવહાર કરવામાં આવે છે.
એ રીતે આ, આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર પર્યાયોનો નિશ્ચય-વ્યવહાર પ્રકાર છે. એ જ પ્રમાણે બીજા પણ સમસ્ત પર્યાયોનો નિશ્ચય-વ્યવહાર પ્રકાર સમજવો.
ભાવાર્થ-શુદ્ધનયથી આત્માનો એક ચેતનામાત્ર સ્વભાવ છે. તેના પરિણામ જાણવું, દેખવું, શ્રદ્ધવું, નિવૃત્ત થવું ઇત્યાદિ છે. ત્યાં નિશ્ચયનયથી વિચારવામાં આવે તો આત્માને પરદ્રવ્યનો જ્ઞાયક નથી કહી શકાતો, દર્શક નથી કહી શકાતો, શ્રદ્ધાન કરનારો નથી કહી શકાતો, ત્યાગ કરનારો નથી કહી શકાતો; કારણ કે પરદ્રવ્યને અને આત્માને નિશ્ચયથી કાંઈ પણ સંબંધ નથી. જે જ્ઞાન, દર્શન, શ્રદ્ધાન, ત્યાગ ઇત્યાદિ ભાવો છે, તે પોતે જ છે; ભાવ-ભાવકનો ભેદ કહેવો તે પણ વ્યવહાર છે. નિશ્ચયથી ભાવ અને ભાવ કરનારનો ભેદ નથી.
હવે વ્યવહારનય વિષે. વ્યવહારનયથી આત્માને પરદ્રવ્યનો જ્ઞાતા, દ્રષ્ટા, શ્રદ્ધા કરનાર, ત્યાગ કરનાર કહેવામાં આવે છે; કારણ કે પરદ્રવ્યને અને આત્માને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com