________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬)
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
एवं बन्धस्तु द्वयोरपि अन्योन्यप्रत्ययाद्भवेत्। आत्मनः प्रकृतेश्च संसारस्तेन जायते।। ३१३ ।।
अयं हि आसंसारत एव प्रतिनियतस्वलक्षणानिर्ज्ञानेन परात्मनोरेकत्बाध्यासस्य करणात्कर्ता सन् चेतयिता प्रकृतिनिमित्तमुत्पत्तिविनाशावासादयति; प्रकृतिरपि चेतयितनिमित्तमुत्पत्तिविनाशावासादयति।
एवमनयोरात्मप्रकृत्योः कर्तृकर्मभावाभावेऽप्य-न्योन्यनिमित्तनैमित्तिकभावेन द्वयोरपि बन्धो दृष्टः, ततः संसारः, तत एव च तयोः कर्तृकर्मव्यवहारः।।
ગાથાર્થઃ- [વેતપિતા તુ] ચેતક અર્થાત્ આત્મા [પ્રવૃત્વર્થ] પ્રકૃતિના નિમિત્તે [ઉત્પઘતે] ઊપજે છે [ વિનશ્યતિ] તથા વિણસે છે, [પ્રકૃતિ: uિ] અને પ્રકૃતિ પણ [વેતાર્થમ] ચેતકના અર્થાત્ આત્માના નિમિત્તે [૩qદ્યતે] ઊપજે છે [ વિનશ્યતિ] તથા વિણસે છે. [gd] એ રીતે [ સન્યોન્યપ્રત્યયાત્] પરસ્પર નિમિત્તથી [કયો: ]િ બન્નેનો- [ માત્મ: પ્રતે૨] આત્માનો ને પ્રકૃતિનો- [વત્થ: તુ ભવેત્ ] બંધ થાય છે, [તેન] અને તેથી [સંસાર:] સંસાર [ નીયતે] ઉત્પન્ન થાય છે.
ટીકાઃ-આ આત્મા, (તેને) અનાદિ સંસારથી જ (પરનાં અને પોતાનાં જુદાં જાદાં) નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન (ભેદજ્ઞાન) નહિ હોવાને લીધે પરના અને પોતાના એકત્વનો અધ્યાસ કરવાથી કર્તા થયો થકો, પ્રકૃતિના નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે; પ્રકૃતિ પણ આત્માના નિમિત્તે ઉત્પત્તિ વિનાશ પામે છે (અર્થાત્ આત્માના પરિણામ અનુસાર પરિણમે છે). એ રીતે જોકે તે આત્મા અને પ્રકૃતિને કર્તાકર્મભાવનો અભાવ છે તોપણ પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવથી બંનેને બંધ જોવામાં આવે છે, તેથી સંસાર છે અને તેથી જ તેમને ( આત્માને ને પ્રકૃતિને) કર્તાકર્મનો વ્યવહાર છે.
ભાવાર્થ-આત્માને અને જ્ઞાનાવરણાદિ કર્મની પ્રકૃતિઓને પરમાર્થે કર્તાકર્મપણાનો અભાવ છે તોપણ પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવને લીધે બંધ થાય છે, તેથી સંસાર છે અને તેથી જ કર્તાકર્મપણાનો વ્યવહાર છે.
(“જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઊપજવું-વિણસવું ન છોડે ત્યાં સુધી તે અજ્ઞાની, મિથ્યાષ્ટિ, અસંયત છે” એમ હવે કહે છે:-)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com