SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] नित्यमेव परस्परमचुम्बन्तोऽत्यन्तप्रत्यासत्तावपि पररूपेणापरिणमनाद-विनष्टानन्तव्यक्तित्वादृङ्कोत्कीर्णा इव समस्तविरुद्धाविरुद्धकार्यहेतुतया शश्वदेव विश्वमनुगृह्णन्तो नियतमेकत्वनिश्चयगतत्वेनैव सौन्दर्यमापद्यन्ते, प्रकारान्तरेण सर्वसङ्करादि-दोषापत्तेः । एवमेकत्वे सर्वार्थानां प्रतिष्ठिते बन्धकथाया एव विसंवादापत्तिः। कुतस्तन्मूलपुद्गलकर्मप्रदेशस्थितत्वमूलपरसमयत्वोत्पादितमेतस्य द्वैविध्यम् । અત: सति जीवाह्वयस्य समयस्य समयस्यैकत्वमेवावतिष्ठते। પૂર્વરંગ अथैतदसुलभत्वेन विभाव्यते सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा । एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स ।। ४ ।। स्वरूपादपतन्तः तिष्ठन्तः તેમાં સર્વસંકર આદિ દોષો આવી પડે. કેવા છે તે સર્વ પદાર્થો? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ર રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને (સમૂહને) ચુંબે છે–સ્પર્શે છે તોપણ જેઓ ૫૨સ્પ૨ એકબીજાને સ્પર્શ કરતા નથી, અત્યંત નિકટ એકક્ષેત્રાવગારૂપે રહ્યા છે તોપણ જેઓ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી, પરરૂપે નહિ પરિણમવાને લીધે અનંત વ્યક્તિતા નાશ પામતી નથી માટે જેઓ ટંકોત્કીર્ણ જેવા (શાશ્વત ) સ્થિત રહે છે અને સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશાં વિશ્વને ઉપકાર કરે છે-ટકાવી રાખે છે. આ પ્રમાણે સર્વ પદાર્થોનું ભિન્ન ભિન્ન એકપણું સિદ્ધ થવાથી જીવ નામના સમયને બંધકથાથી જ વિસંવાદની આપત્તિ આવે છે; તો પછી બંધ જેનું મૂળ છે એવું જે પુદ્દગલકર્મના પ્રદેશોમાં સ્થિત થવું, તે જેનું મૂળ છે એવું પ૨સમયપણું, તેનાથી ઉત્પન્ન થતું (પરસમય–સ્વસમયરૂપ ) દ્વિવિધપણું તેને (જીવ નામના સમયને ) ક્યાંથી હોય? માટે સમયનું એકપણું હોવુ જ સિદ્ધ થાય છે. હવે તે એકત્વની અસુલભતા બતાવે છેઃ ૧૧ ભાવાર્થ::- નિશ્ચયથી સર્વ પદાર્થ પોતપોતાના સ્વભાવમાં સ્થિત રહે જ શોભા પામે છે. પરંતુ જીવ નામના પદાર્થની અનાદિ કાળથી પુદ્દગલકર્મ સાથે નિમિત્તરૂપ બંધઅવસ્થા છે; તે બંધાવસ્થાથી આ જીવમાં વિસંવાદ ખડો થાય છે તેથી તે શોભા પામતો નથી. માટે વાસ્તવિક રીતે વિચારવામાં આવે તો એકપણું જ સુંદર છે; તેનાથી આ જીવ શોભા પામે છે. શ્રુત-પરિચિત,-અનુભૂતા સર્વને કામભોગબંધનની કથા; ૫૨થી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના. ૪. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy