________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રીકુંદકુંદ
सद्भावे वीरसूसुतं हिनस्मीत्यध्यवसायो जायते, तथा वन्ध्यासुतस्याश्रयभूतस्यासद्भावेऽपि वन्ध्यासुतं हिनस्मीत्यध्यवसायो जायेत । न च जायते। ततो निराश्रयं नास्त्यध्यवसानमिति नियमः । तत एव चाध्यवसानाश्रयभूतस्य बाह्यवस्तुनोऽत्यन्तप्रतिषेधः, हेतुप्रतिषेधेनैव हेतुमत्प्रतिषेधात् । न च बन्धहेतुहेतुत्वे बन्धहेतुः સ્યાત્,
सत्यपि
परिणतयतीन्द्रपदव्यापाद्यमानवेगापतत्कालचोदितकुलिङ्गवत्,
ईर्यासमितिबाह्यवस्तुनो
बन्धहेतुहेतोरबन्धहेतुत्वेन बन्धहेतुत्वस्यानैकान्तिकत्वात्। अतो न बाह्यवस्तु जीवस्यातद्भावो बन्धहेतुः, अध्यवसानमेव तस्य तद्भावो बन्धहेतुः।
૩૯૪
बाह्यवस्तु
સમયસાર
વસાન ઊપજતું હોય તો, જેમ આશ્રયભૂત એવા *વી૨જનનીના પુત્રના સદ્ભાવમાં ( કોઈને ) એવો અધ્યવસાય ઊપજે છે કે ‘હું વીજનનીના પુત્રને હણું છું' તેમ આશ્રયભૂત એવા વંધ્યાપુત્રના અસહ્ભાવમાં પણ (કોઈને ) એવો અધ્યવસાય ઊપજે ( - ઊપજવો જોઈએ) કે ‘હું વંધ્યાપુત્રને (વાંઝણીના પુત્રને ) હણું છું'. પરંતુ એવો અધ્યવસાય તો ( કોઈને) ઊપજતો નથી. (જ્યાં વંધ્યાનો પુત્ર જ નથી ત્યાં મારવાનો અધ્યવસાય ક્યાંથી ઊપજે?) માટે એવો નિયમ છે કે (બાહ્યવસ્તુરૂપ ) આશ્રય વિના અધ્યવસાન હોતું નથી. અને તેથી જ અધ્યવસાનને આશ્રયભૂત એવી જે બાહ્યવસ્તુ તેનો અત્યંત પ્રતિષેધ છે, કેમ કે કારણના પ્રતિષેધથી જ કાર્યનો પ્રતિષેધ થાય છે. (બાહ્યવસ્તુ અધ્યવસાનનું કારણ છે તેથી તેના પ્રતિષેધથી અધ્યવસાનનો પ્રતિષેધ થાય છે). પરંતુ, જોકે બાહ્યવસ્તુ બંધના કારણનું ( અર્થાત્ અધ્યવસાનનું) કારણ છે તોપણ તે (બાહ્યવસ્તુ ) બંધનું કારણ નથી; કેમ કે ઈર્યાસમિતિમાં પરિણમેલા મુનીંદ્રના પગ વડે હણાઈ જતા એવા કોઈ ઝડપથી આવી પડતા કાળપ્રેરિત ઊડતા જીવડાની માફક, બાહ્યવસ્તુ-કે જે બંધના કારણનું કારણ છે તે-બંધનું કારણ નહિ થતી હોવાથી, બાહ્યવસ્તુને બંધનું કારણપણું માનવામાં અનૈકાંતિક હેત્વાભાસપણું છે-વ્યભિચાર આવે છે. (આમ નિશ્ચયથી બાહ્યવસ્તુને બંધનું કારણપણું નિર્બાધ રીતે સિદ્ધ થતું નથી.) માટે બાહ્યવસ્તુ કે જે જીવને અતભાવરૂપ છે તે બંધનું કારણ નથી; અધ્યવસાન કે જે જીવને તદ્ભાવરૂપ છે તે જ બંધનું કારણ છે.
ભાવાર્થ:-બંધનું કારણ નિશ્ચયથી અધ્યવસાન જ છે; અને જે બાહ્યવસ્તુઓ છે તે અધ્યવસાનનું આલંબન છે-તેમને આલંબીને અધ્યવસાન ઊપજે છે, તેથી તેમને અધ્યવસાનનું કારણ કહેવામાં આવે છે. બાહ્યવસ્તુ વિના નિરાશ્રયપણે અધ્યવસાન ઊપજતાં નથી તેથી બાહ્યવસ્તુઓનો ત્યાગ કરાવવામાં આવે છે. જો બંધનું કારણ બાહ્યવસ્તુ કહેવામાં આવે તો તેમાં વ્યભિચાર આવે છે. (કારણ હોવા છતાં કોઈ સ્થળે કાર્ય દેખાય અને કોઈ સ્થળે કાર્ય ન દેખાય તેને વ્યભિચાર કહે છે અને
* વી૨જનની = શૂરવીરને જન્મ આપનારી; શૂરવીરની માતા.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
૩૯૫