________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
जीवः चरित्रदर्शनज्ञानस्थितः तं हि स्वसमयं जानीहि। पुद्गलकर्मप्रदेशस्थितं च तं जानीहि परसमयम्।। २ ।।
योऽयं नित्यमेव परिणामात्मनि स्वभावेऽवतिष्ठमानत्वादुत्पादव्ययध्रौव्यैक्यानुभूतिलक्षणया
सत्तयानुस्यूतश्चैतन्यस्वरूपत्वान्नित्यो दितविशददृशिज्ञप्तिज्योतिरनन्त- धर्माधिरूढकधर्मित्वादुद्योतमानद्रव्यत्व: क्रमाक्रमप्रवृत्तविचित्रभावस्वभावत्वादुत्सङ्गितस्वपराकारावभासनसमर्थत्वादुपात्तवैश्वरूप्यैकरूपः प्रतिविशिष्टावगाहगति
गुणपर्यायः
ગાથાર્થ - હે ભવ્ય! [ નીવડ] જે જીવ [ ચરિત્રનજ્ઞાનશિત:] દર્શન-જ્ઞાનચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે [ ] તેને [ દિ] નિશ્ચયથી [સ્વસમાં] સ્વસમય [નાનીદિ] જાણ; [૨] અને જે જીવ [ પુનર્મપ્રવેશરિથi] પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે [4] તેને [પરસમયે] પરસમય [નાનાદિ] જાણ.
ટીકાઃ- “સમય” શબ્દનો અર્થ આ પ્રમાણે છે : “સ' તો ઉપસર્ગ છે, તેનો અર્થ “એકપણું' એવો છે; અને “ગયું તો ' ધાતુ છે એનો ગમન અર્થ પણ છે અને જ્ઞાન અર્થ પણ છે; તેથી એકસાથે જ (યુગપ) જાણવું તથા પરિણમન કરવું એ બે ક્રિયાઓ જે એકત્વપૂર્વક કરે તે સમય છે. આ જીવ નામનો પદાર્થ એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. આ જીવ-પદાર્થ કેવો છે? સદાય પરિણામ-સ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે. આ વિશેષણથી, જીવની સત્તા નહિ માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો તથા પુરુષને (જીવન) અપરિણામી માનનાર સાંખ્યવાદીઓનો વ્યવચ્છેદ, પરિણમનસ્વભાવ કહેવાથી, થયો. નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને છે અને બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે; તેમનું નિરાકરણ, સત્તાને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ કહેવાથી થયું. વળી જીવ કેવો છે? ચૈતન્યસ્વરૂપપણાથી નિત્ય-ઉધોતરૂપ નિર્મળ સ્પષ્ટ દર્શનશાન જ્યોતિસ્વરૂપ છે (કારણ કે ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનસ્વરૂપ છે ). આ વિશેષણથી, ચૈતન્યને જ્ઞાનાકારસ્વરૂપ નહિ માનનાર સાંખ્ય-મતીઓનું નિરાકરણ થયું. વળી તે કેવો છે? અનંત ધર્મોમાં રહેલું જે એક ધર્મી પણું તેને લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે (કારણ કે અનંત ધની એક્તા તે દ્રવ્યપણું છે). આ વિશેષણથી, વસ્તુને ધર્મોથી રહિત માનનાર બૌદ્ધમતીનો નિષેધ થયો. વળી તે કેવો છે? કમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણપર્યાયો અંગીકાર કર્યા છે. (પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ સહુવતી હોય છે; સહવર્તીને અક્રમવર્તી પણ કહે છે.) આ વિશેષણથી, પુરુષને નિર્ગુણ માનનાર સાંખ્યમતીઓનો નિરાસ થયો. વળી તે કેવો છે? પોતાના અને પારદ્રવ્યોના આકારોને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com