________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFF
听
બંધ અધિકાર
$
ક
$
FFFFFFFFFFFFFFFFFFF
अथ प्रविशति बन्धः।
(શાર્વત્રવિક્રીડિત) रागोद्गारमहारसेन सकलं कृत्वा प्रमत्तं जगत् क्रीडन्तं रसभावनिर्भरमहानाट्येन बन्धं धुनत्। आनन्दामृतनित्यभोजि सहजावस्थां स्फुटं नाटयद् धीरोदारमनाकुलं निरुपधि ज्ञानं समुन्मज्जति।।१६३ ।।
રાગાદિકથી કર્મનો, બંધ જાણી મુનિરાય, તજે તે સમભાવથી, નમું સદા તસુ પાય.
પ્રથમ ટીકાકાર કહે છે કે “હવે બંધ પ્રવેશ કરે છે. જેમ નૃત્યના અખાડામાં સ્વાંગ પ્રવેશ કરે તેમ રંગભૂમિમાં બંધતત્ત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે.
ત્યાં પ્રથમ જ, સર્વ તત્ત્વોને યથાર્થ જાણનારું જે સમ્યજ્ઞાન છે તે બંધને દૂર કરતું પ્રગટ થાય છે એવા અર્થનું મંગળરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ રા–ઉતાર–મદીરસેન સનં નમતુ પ્રમત્તે કૃત્વા] જે (બંધ) રાગના ઉદયરૂપી મહા રસ (દારૂ) વડે સમસ્ત જગતને પ્રમત્ત (–મતવાલું, ગાફેલ) કરીને, [ ૨ –ભાવ-નિર્મર–મહા-નાટ્યૂન છીડન્ત વળ્યું] રસના ભાવથી (અર્થાત્ રાગરૂપી ઘેલછાથી) ભરેલા મોટા નૃત્ય વડે ખેલી (નાચી) રહ્યો છે એવા બંધને [ જુનત્] ઉડાડી દેતું-દૂર કરતું, [જ્ઞાન] જ્ઞાન [સમુન્મMતિ] ઉદય પામે છે. કેવું છે જ્ઞાન? [ માનન્દ્ર–કમૃત–નિત્ય—મોનિ] આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે, [સન–અવસ્થા ૮ નાટયત્] પોતાની જાણનક્રિયારૂપ સહજ અવસ્થાને પ્રગટ નચાવી રહ્યું છે, [ ધીર–ઉવીરમ્] ધીર છે, ઉદાર (અર્થાત મોટા વિસ્તારવાળું, નિશ્ચળ) છે, [ સનાનં] અનાકુળ (અર્થાત્ જેમાં કાંઈ આકુળતાનું કારણ નથી એવું) છે, [ નિરુપfધ ] નિપધિ (અર્થાત્ પરિગ્રહ રહિત, જેમાં કાંઈ પરદ્રવ્ય સંબંધી ગ્રહણત્યાગ નથી એવું) છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com