SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર सम्यग्दृष्टिः स्वयमतिरसादादिमध्यान्तमुक्तं ज्ञानं भूत्वा नटति गगनाभोगरङ्गं विगाह्य।। १६२ ।। ૩૬૫ આ નિઃશંકિત આદિ આઠ ગુણો વ્યવહારનયે વ્યવહા૨મોક્ષમાર્ગ પર નીચે પ્રમાણે લગાવવાઃ–જિનવચનમાં સંદેહ ન કરવો, ભય આવ્યે વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રથી ડગવું નહિ, તે નિઃશંકિતપણું છે. ૧. સંસાર –દેહ-ભોગની વાંછાથી તથા ૫૨મતની વાંછાથી વ્યવહા૨મોક્ષમાર્ગથી ડગવું નહિ તે નિષ્કાંક્ષિતપણું છે. ૨. અપવિત્ર, દુર્ગંધવાળીએવી એવી વસ્તુઓના નિમિત્તે વ્યવહા૨મોક્ષમાર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરવી તે નિર્વિચિકિત્સા છે. ૩. દેવ, ગુરુ, શાસ્ત્ર, લોકની પ્રવૃત્તિ, અન્યમતાદિકના તત્ત્વાર્થનું સ્વરૂપ-ઇત્યાદિમાં મૂઢતા ન રાખવી, યથાર્થ જાણી પ્રવર્તવું તે અમૂઢદષ્ટિ છે. ૪. ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરવો અને વ્યવહા૨મોક્ષમાર્ગની પ્રવૃત્તિને વધારવી તે ઉપગ્રહન અથવા ઉપબૃહણ છે. ૫. વ્યવહા૨મોક્ષમાર્ગથી વ્યુત થતા આત્માને સ્થિત કરવો તે સ્થિતિકરણ છે. ૬. વ્યવહા૨મોક્ષમાર્ગમાં પ્રવર્તનાર ૫૨ વિશેષ અનુરાગ હોવો તે વાત્સલ્ય છે. ૭. વ્યવહા૨મોક્ષમાર્ગનો અનેક ઉપાયો વડે ઉદ્યોત કરવો તે પ્રભાવના છે. ૮. આ પ્રમાણે આઠે ગુણોનું સ્વરૂપ વ્યવહારનયને પ્રધાન કરીને કહ્યું. અહીં નિશ્ચયપ્રધાન કથનમાં તે વ્યવહારસ્વરૂપની ગૌણતા છે. સમ્યજ્ઞાનરૂપ પ્રમાણદૃષ્ટિમાં બન્ને પ્રધાન છે. સ્યાદ્વાદમતમાં કાંઈ વિરોધ નથી. હવે, નિર્જરાનું યથાર્થ સ્વરૂપ જાણનાર અને કર્મના નવીન બંધને રોકી નિર્જરા કરનાર જે સમ્યગ્દષ્ટિ તેનો મહિમા કરી નિર્જરા અધિકા૨ પૂર્ણ કરે છેઃ શ્લોકાર્થ:- [ કૃતિ નવમ્ વન્ધ રુન્ધન્] એ પ્રમાણે નવીન બંધને રોક્યો અને [નિનૈ: અામિ: અમે: સત: નિર્નારષ્કૃમ્ભળેન પ્રાવર્ષં તુ ક્ષયમ્ ઉપનયન્ ] ( પોતે ) પોતાનાં આઠ અંગો સહિત હોવાના કારણે નિર્જરા પ્રગટવાથી પૂર્વબદ્ધ કર્મોને નાશ કરી નાખતો [ સભ્યપદદિ: ] સમ્યગ્દષ્ટિ જીવ [સ્વયમ્] પોતે [અતિરસાવ્] અતિ રસથી (અર્થાત્ નજરસમાં મસ્ત થયો થકો ) [વિ-મધ્ય-અન્તમુત્તું જ્ઞાનં ભૂત્વા] આદિમધ્ય-અંત રતિ ( સર્વવ્યાપક, એકપ્રવાહરૂપ ધારાવાહી ) જ્ઞાનરૂપ થઈને [ાન– આમોન-રવિાઘ] આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં અવગાહન કરીને ( અર્થાત્ જ્ઞાન વડે સમસ્ત ગગનમંડળમાં વ્યાપીને ) [નવૃત્તિ ] નૃત્ય કરે છે. ભાવાર્થ:-સમ્યગ્દષ્ટિને શંકાદિકૃત નવીન બંધ તો થતો નથી અને પોતે આઠ અંગો સહિત હોવાને લીધે નિર્જરાનો ઉદય હોવાથી તેને પૂર્વ બંધનો નાશ થાય છે. તેથી તે ધારાવાહી જ્ઞાનરૂપી રસનું પાન કરીને, જેમ કોઈ પુરુષ મધ પીને મગ્ન થયો થકો નૃત્યના અખાડામાં નૃત્ય કરે તેમ, નિર્મળ આકાશરૂપી રંગભૂમિમાં નૃત્ય કરે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy