________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬
સમયસાર
ભગવાન શ્રીકુંદકુંદ
तत्रादावेव सकलकर्मसंवरणस्य परमोपायं भेदविज्ञानमभिनन्दति
उवओगे उवओगो कोहादिसु णत्थि को वि उवओगो। कोहो कोहे चेव हि उवओगे णत्थि खलु कोहो।।१८१ ।। अट्ठवियप्पे कम्मे णोकम्मे चावि णत्थि उवओगो। उवओगम्हि य कम्मं णोकम्मं चावि णो अत्थि।। १८२ ।। एदं तु अविवरीदं णाणं जइया दु होदि जीवस्स। तइया ण किंचि कुव्वदि भावं उवओगसुद्धप्पा।। १८३ ।। उपयोगे उपयोगः क्रोधादिषु नास्ति कोऽप्युपयोगः। क्रोधः क्रोधे चैव हि उपयोगे नास्ति खलु क्रोधः।। १८१ ।।
ભાવાર્થ-અનાદિ કાળથી જે આસ્રવનો વિરોધી છે એવા સંવરને જીતીને આસ્રવ મદથી ગર્વિત થયો છે. તે આસ્રવનો તિરસ્કાર કરીને તેના પર જેણે હંમેશને માટે જય મેળવ્યો છે એવા સંવરને ઉત્પન્ન કરતો, સમસ્ત પરરૂપથી જુદો અને પોતાના સ્વરૂપમાં નિશ્ચળ એવો આ ચૈતન્યપ્રકાશ નિજરસની અતિશયતાપૂર્વક નિર્મળપણે ઉદય પામે છે. ૧૨૫.
ત્યાં (સંવર અધિકારની) શરૂઆતમાં જ, (ભગવાન કુંદકુંદાચાર્ય) સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદવિજ્ઞાન તેની પ્રશંસા કરે છે -
ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહિ ક્રોધાદિમાં, છે ક્રોધ ક્રોધ મહીંજ, નિશ્ચય ક્રોધ નહિ ઉપયોગમાં. ૧૮૧.
ઉપયોગ છે નહિ અષ્ટવિધ કર્મો અને નોકર્મમાં, કર્મો અને નોકર્મ કંઈ પણ છે નહિ ઉપયોગમાં. ૧૮૨.
આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવને, ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગશુદ્ધાત્મા કરે. ૧૮૩.
ગાથાર્થ:- [ઉપયોn: ] ઉપયોગ [ઉપયોn ] ઉપયોગમાં છે, [ ક્રોધારિy ] ક્રોધાદિકમાં [ોડ ૩પયો 1:] કોઈ ઉપયોગ [નાસ્તિ] નથી; [] વળી [ શોધ:] ક્રોધ [ોધે છવ હિ] ક્રોધમાં જ છે, [૩પયો] ઉપયોગમાં [ રજુ] નિશ્ચયથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com