________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
કર્તા-કર્મ અધિકાર
૧૮૭
दात्मद्रव्यमात्मगुणं वात्मा न खल्वाधत्ते; द्रव्यान्तरसंक्रममन्तरेणान्यस्य वस्तुनः परिणमयितुमशक्यत्वात्तदुभयं तु तस्मिन्ननादधानः कथं नु तत्त्वतस्तस्य कर्ता प्रतिभायात् ? ततः स्थितः खल्वात्मा पुद्गलकर्मणामकर्ता।
अतोऽन्यस्तूपचार:
जीवम्हि हेदुभूदे बंधस्स दु पस्सिदूण परिणाम। जीवेण कदं कम्मं भण्णदि उवयारमेत्तेण।। १०५ ।।
जीवे हेतुभूते बन्धस्य तु दृष्ट्वा परिणामम्। जीवेन कृतं कर्म भण्यते उपचारमात्रेण ।। १०५ ।।
इह खलु पौद्गलिककर्मण: स्वभावादनिमित्तभूतेऽप्यात्मन्यनादेरज्ञानातन्निमित्तभूतेनाज्ञानभावेन परिणमनान्निमित्तीभूते सति सम्पद्यमानत्वात् पौद्गलिक कर्मात्मना कृतमिति निर्विकल्पविज्ञानघनभ्रष्टानां विकल्पपरायणानां परेषामस्ति विकल्पः। स तूपचार एव, न तु परमार्थः।
ગુણાંતરરૂપે સંક્રમણ થવું અશક્ય છે; દ્રવ્યાંતરરૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણાવવી અશક્ય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ-બન્નેને તે જ્ઞાનાવરણાદિ કર્મમાં નહિ નાખતો એવો તે આત્મા પરમાર્થે તેનો કર્તા કેમ હોઈ શકે ? (કદી ન હોઈ શકે.) માટે ખરેખર આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો.
માટે આ સિવાય બીજો–એટલે કે આત્માને પુદ્ગલકર્મોનો કર્તા કહેવો તે-ઉપચાર છે, એમ હવે કહે છે:
જીવ હેતુભૂત થતાં અરે! પરિણામ દેખી બંધનું,
ઉપચારમાત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું. ૧૦૫.
ગાથાર્થઃ- [ નીવે ] જીવ [ હેતુમૂતે] નિમિત્તભૂત્ત બનતાં [ વન્દશ્ય તુ ] કર્મ બંધનું [પરિણામન્] પરિણામ થતું [ દા ] દેખીને, “[ નીવેન] જીવે [ કર્મ ઋતં] કર્મ કર્યું’ એમ [૩પવામાàળ] ઉપચારમાત્રથી [ મળ્યતે] કહેવાય છે.
ટીકાઃ-આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં પણ, અનાદિ અજ્ઞાનને લીધે પદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં, પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે, તેથી પૌલિક કર્મ આત્માએ કર્યું' એવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવથી, ભ્રષ્ટ, વિકલ્પપરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે; તે વિકલ્પ ઉપચાર જ છે, પરમાર્થ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com