________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
કર્તા-કર્મ અધિકાર
૧૫૩
प्रतिभाति, न पुनरन्यत; तथा ससंसारनि:संसारावस्थयो: पुद्गल-कर्मविपाकसम्भवा सम्भवनिमित्तयोरपि पुद्गलकर्मजीवयोप्प्यव्यापक-भावाभावात्कर्तृकर्मत्वासिद्धौ, जीव एव स्वयमन्तर्व्यापको भूत्वादिमध्यान्तेषु ससंसारनिःसंसारावस्थे व्याप्य ससंसारं निःसंसारं वात्मानं कुर्वन्नात्मानमेकमेव कुर्वन् प्रतिभातु, मा पुनरन्यत; तथायमेव च भाव्यभावकभावाभावात् परभावस्य परेणानुभवितुमशक्यत्वात्ससंसारं निःसंसारं वात्मानमनुभवन्नात्मानमेकमेवानुभवन् प्रतिभातु, मा पुनरन्यत्।
अथ व्यवहारं दर्शयति
ववहारस्स दु आदा पोग्गलकम्मं करेदि णेयविहं। तं चेव पुणो वेयइ पोग्गलकम्मं अणेयविहं।। ८४ ।।
પ્રતિભાસે છે પરંતુ અન્યને અનુભવતો પ્રતિભાસતો નથી; તેવી રીતે સસંસાર અને નિઃસંસાર અવસ્થાઓને પુદગલકર્મના વિપાકનો સંભવ અને અસંભવ નિમિત્ત હોવા છતાં પણ પુદ્ગલકર્મને અને જીવને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, જીવ જ પોતે અંતર્થાપક થઈને સસંસાર અથવા નિઃસંસાર અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને સસંસાર અથવા નિઃસંસાર એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસો પરંતુ અન્યને કરતો ન પ્રતિભાસો; અને વળી તેવી રીતે આ જ જીવ, ભાવ્યભાવકભાવના અભાવને લીધે પરભાવનું પર વડ અનુભવાયું અશક્ય હોવાથી, સસંસાર અથવા નિઃસંસારરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસો પરંતુ અન્યને અનુભવતો ન પ્રતિભાસો.
ભાવાર્થ-આત્માને પરદ્રવ્ય-પુદ્ગલકર્મના નિમિત્તથી સસંસાર-નિઃસંસાર અવસ્થા છે. તે અવસ્થારૂપ આત્મા પોતે જ પરિણમે છે. તેથી તે પોતાનો જ કર્તાભોક્તા છે; પુદ્ગલકર્મનો કર્તા-ભોક્તા તો કદી નથી.
હવે વ્યવહાર દર્શાવે છે:
આત્મા કરે વિધવિધ પુદ્ગલકર્મ-મત વ્યવહારનું, વળી તે જ પુગલકર્મ આત્મા ભોગવે વિધવિધનું. ૮૪.
૧. સંભવ = થવું તે; ઉત્પતિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com