________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये । ज्ञानी जानन्नपि खलु स्वकपरिणाममनेकविधम् ।। ७७ ।।
यतो यं प्राप्यं विकार्यं निर्वर्त्यं च व्याप्यलक्षणमात्मपरिणामं कर्म आत्मना स्वयमन्तर्व्यापकेन भूत्वादिमध्यान्तेषु व्याप्य तं गृह्णता तथा परिणमता तथोत्पद्यमानेन च क्रियमाणं जानन्नपि हि ज्ञानी स्वयमन्तर्व्यापको भूत्वा बहिःस्थस्य परद्रव्यस्य परिणामं मृत्तिकाकलशमिवादिमध्यान्तेषु व्याप्य न तं गृह्णाति न तथा परिणमति न तथोत्पद्यते च, ततः प्राप्यं विकार्यं निर्वर्त्यं च व्याप्यलक्षणं परद्रव्यपरिणामं कर्माकुर्वाणस्य स्वपरिणामं जानतोऽपि ज्ञानिनः पुद्गलेन सह कर्तृकर्मभावः ।
पुद्गलकर्मफलं जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत्
ગાથાર્થ:- [ જ્ઞાની] જ્ઞાની [અનેવિધર્] અનેક પ્રકારના [સ્વરુપરિનામમ્ ] પોતાના પરિણામને [જ્ઞાનન્ ઍપિ] જાણતો હોવા છતાં [વસ્તુ] નિશ્ચયથી [પરદ્રવ્યપર્યાય] ૫૨દ્રવ્યના પર્યાયમાં [7 અપિ પરિણમતિ] પરિણમતો નથી, [ન વૃદ્ઘાતિ] તેને ગ્રહણ કરતો નથી અને [ત્ત ઉત્પદ્યતે] તે-રૂપે ઊપજતો નથી.
ટીકા:-પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું આત્માના પરિણામસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં આત્મા પોતે અંતર્ધ્યાપક થઈને, આદિમધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો, તે-રૂપે પરિણમતો અને તે-રૂપે ઊપજતો થકો, તે આત્મપરિણામને કરે છે; આમ આત્મા વડે કરવામાં આવતું જે આત્મપરિણામ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્ધ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્ધ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની પોતાના પરિણામને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.
ભાવાર્થ:-૭૬મી ગાથામાં કહ્યું હતું તે અનુસાર અહીં પણ જાણવું. ત્યાં ‘પુદ્દગલકર્મને જાણતો જ્ઞાની' એમ હતું તેને બદલે અહીં ‘પોતાના પરિણામને જાણતો જ્ઞાની' એમ કહ્યું છે–એટલો ફેર છે.
હવે પૂછે છે કે પુદ્દગલકર્મના ફળને જાણતા એવા જીવને પુદ્દગલ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું ) છે કે નથી ? તેનો ઉત્તર કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com