________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
જ ફરી ગયું હોય છે. તે ગમે તે કાર્ય કરતાં શુદ્ધ આત્માને અનુભવે છે. જેમ લોલુપી માણસ મીઠાના અને શાકના સ્વાદને જુદા પાડી શક્તો નથી તેમ અજ્ઞાની જ્ઞાનને અને રાગને જુદાં પાડી શક્તો નથી; જેમ અલુબ્ધ માણસ શાકથી મીઠાનો જુદો સ્વાદ લઈ શકે છે તેમ સમ્યગ્દષ્ટિ રાગથી જ્ઞાનને જુદું અનુભવે છે. હવે એ પ્રશ્ન થાય છે કે આવું સમ્યગ્દર્શન કઈ રીતે પ્રાપ્ત કરી શકાય અર્થાત્ રાગ ને આત્માની ભિન્નતા કઈ રીતે અનુભવાશે સમજાય? આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે, પ્રજ્ઞારૂપી છીણીથી છેદતાં તે બને જુદા પડી જાય છે, અર્થાત્ જ્ઞાનથી જ-વસ્તુના યથાર્થ સ્વરૂપની ઓળખાણથી જ-, અનાદિ કાળથી રાગદ્વેષ સાથે એકાકારરૂપે પરિણમતો આત્મા ભિન્નપણે પરિણમવા લાગે છે; આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. માટે દરેક જીવે વસ્તુના યથાર્થ સ્વરૂપની ઓળખાણ કરવાનો પ્રયત્ન સદા ર્તવ્ય છે.
યથાર્થ આત્મસ્વરૂપની ઓળખાણ કરાવવી તે આ શાસ્ત્રની મુખ્ય ઉદ્દેશ છે. તે ઉદેશને પહોંચી વળવા આ શાસ્ત્રમાં આચાર્યભગવાને અનેક વિષયોનું નિરૂપણ કર્યું છે. જીવ અને પુદ્ગલને નિમિત્ત-નૈમિત્તિકપણું હોવા છતાં બન્નેનું તદ્દન સ્વતંત્ર પરિણમન, જ્ઞાનીને રાગદ્વેષનું અર્ધા-અભોક્તાપણું, અજ્ઞાનીને રાગદ્વેષનું ર્તા-ભોક્તાપણું, સાંખ્યદર્શનની એકાંતિક્તા, ગુણસ્થાન-આરોહણમાં ભાવનું અને દ્રવ્યનું નિમિત્તનૈમિતિકપણું, વિકારરૂપે પરિણમવામાં અજ્ઞાનીનો પોતાનો જ દોષ, મિથ્યાત્વાદિનું જડપણું તેમ જ ચેતનપણું, પુણ્ય અને પાપ બન્નેનું બંધસ્વરૂપપણું, મોક્ષમાર્ગમાં ચરણાનુયોગનું સ્થાન-ઈત્યાદિ અનેક વિષયો આ શાસ્ત્રમાં પ્રરૂપ્યા છે. એ બધાનો હેતુ ભવ્ય જીવોને યથાર્થ મોક્ષમાર્ગ બતાવવાનો છે. આ શાસ્ત્રની મહત્તા જોઈને ઉલ્લાસ આવી જતાં શ્રી જયસેન આચાર્યવર કહે છે કે “જયવંત વર્તે તે પદ્મનંદી આચાર્ય અર્થાત્ કુંદકુંદ આચાર્ય કે જેમણે મહાતત્ત્વથી ભરેલો પ્રાભૃતરૂપી પર્વત બુદ્ધિરૂપી શિર પર ઉપાડીને ભવ્ય જીવોને સમર્પિત કર્યો છે. ખરેખર આ કાળે આ શાસ્ત્ર મુમુક્ષુ ભવ્યજીવોનો પરમ આધાર છે. આવા દુઃષમ કાળમાં પણ આવું અદભુત અનન્ય-શરણભૂત શાસ્ત્ર-તીર્થકરદેવના મુખમાંથી નીકળેલું અમૃત-વિદ્યમાન છે તે આપણું મહા સદ્દભાગ્ય છે. નિશ્ચય-વ્યવહારની સંધિપૂર્વક યથાર્થ મોક્ષમાર્ગની આવી સંકલનાબદ્ધ પ્રરૂપણા બીજા કોઈ પણ ગ્રંથમાં નથી. પરમ પૂજ્ય સદ્ગુરુદેવના શબ્દોમાં કહું તો-“આ સમયસાર શાસ્ત્ર આગમોનું પણ આગમ છે; લાખો શાસ્ત્રોનો નિચોડ એમાં રહેલો છે; જૈન શાસનનો એ સ્તંભ છે; સાધકની એ કામધેનુ છે, કલ્પવૃક્ષ છે. ચૌદ પૂર્વનું રહસ્ય એમાં સમાયેલું છે. એની દરેક ગાથા છઠ્ઠાસાતમા ગુણસ્થાને ઝૂલતા મહામુનિના આત્મ-અનુભવમાંથી નીકળેલી છે. આ શાસ્ત્રના
ભગવાન કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંઘરભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓ આઠ દિવસ રહ્યા હતા એ વાત યથાતથ છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે, તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. તે પરમ ઉપકારી આચાર્યભગવાને રચેલા આ સમયસારમાં તીર્થંકરદેવના નિરક્ષર 'કારધ્વનિમાંથી નીકળેલો જ ઉપદેશ છે.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com