________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
જીવ-અજીવ અધિકાર
૧૦૭
यस्तत्त्वाप्रतिपत्तिरूपो मोहः स सर्वोऽपि नास्ति जीवस्य, पुद्गलद्रव्य-परिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। ये मिथ्यात्वाविरति-कषाययोगलक्षणाः प्रत्ययास्ते सर्वेऽपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात्। यद् ज्ञानावरणीयदर्शनावरणीयवेदनीयमोहनीयायु -मगोत्रान्तरायरूपं कर्म तत्सर्वमपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यत्षट्पर्याप्तित्रिशरीरयोग्यवस्तुरूपं नोकर्म तत्सर्वमपि नास्ति जीवस्य , पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यः शक्तिसमूहलक्षणो वर्गः स सर्वोऽपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। या वर्गसमूहलक्षणा वर्गणा सा सर्वापि नास्ति जीवस्य , पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यानि मन्दतीव्ररस-कर्मदलविशिष्टन्यासलक्षणानि स्पर्धकानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य , पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात्। यानि स्वपरैकत्वाध्यासे सति विशुद्धचित्परिणामातिरिक्तत्वलक्षणान्यध्यात्मस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यानि प्रतिविशिष्टप्रकृतिरसपरिणामलक्षणान्यनुभागस्थानानि
જે યથાર્થ તત્ત્વની અપ્રતિપત્તિરૂપ (અપ્રાસિરૂપ) મોહ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૧. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ જેમનાં લક્ષણ છે એવા જે પ્રત્યયો તે બધાય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧ર. જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયરૂપ કર્મ છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની ) અનુભૂતિથી ભિન્ન છે. ૧૩. જે છ પર્યાસિયોગ્ય અને ત્રણ શરીરયોગ્ય વસ્તુ (પુગલસ્કંધ) રૂપ નોકર્મ છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૪. જે કર્મના રસની શક્તિઓના (અર્થાત્ અવિભાગ પરિચ્છેદોના) સમૂહરૂપ વર્ગ છે તે બધીય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૫. જે વના સમૂહુરૂપ વર્ગણા છે તે બધીયે જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૬, જે મંદતીવ્ર રસવાળાં કર્મદળોના વિશિષ્ટ ન્યાસ (–જમાવ) રૂપ (અર્થાત્ વર્ગણાઓના સમૂહુરૂપ) સ્પર્ધકો છે તે બધાય જીવને નથી કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૭. સ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે (વર્તતાં), વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જાદાપણું જેમનું લક્ષણ છે એવાં જે અધ્યાત્મસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદગલ દ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૮. જુદી જુદી પ્રકૃતિઓના રસના પરિણામ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com