________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૧/૧
केवलशब्दवेदनापरिणामापन्नत्वेन शब्दाश्रवणात्, सकलज्ञेयज्ञायकतादात्म्यस्य निषेधाच्छब्दपरिच्छेदपरिणतत्वेऽपि स्वयं शब्दरूपेणापरिणमनाच्चाशब्दः। द्रव्यान्तरारब्धशरीरसंस्थानेनैव संस्थान इति निर्देष्टुमशक्यत्वात्, नियतस्वभावेनानियतसंस्थानानन्तशरीरवर्तित्वात्, संस्थाननामकर्मविपाकस्य पुद्गलेषु निर्दिश्यमानत्वात्,
प्रतिविशिष्टसंस्थानपरिणतसमस्तवस्तुतत्त्वसंवलितसहजसंवेदनशक्तित्वेऽपि स्वयमखिललोकसंवलनशून्योपजायमाननिर्मलानुभूतितयात्यन्तमसंस्थानत्वाचानिर्दिष्टसंस्थानः। षड्द्रव्यात्मक लोकाज्ज्ञेयाव्यक्तादन्यत्वात्, कषायचक्राद्भावकाव्यक्तादन्यत्वात्, चित्सामान्यनिमग्नसमस्तव्यक्तित्वात्, क्षणिकव्यक्तिमात्राभावात्, व्यक्ताव्यक्तविमिश्रप्रतिभा-सेऽपि व्यक्तास्पर्शत्वात्, स्वयमेव हि बहिरन्तः स्फुटमनुभूयमानत्वेऽपि व्यक्तोपेक्षणेन प्रद्योत
અશબ્દ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક શબ્દવેદના પરિણામને પામીને શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. ૫. (તેને સમસ્ત જ્ઞયોનું જ્ઞાન થાય છે પરંતુ ) સકલ યજ્ઞાયકના તાદાભ્યનો નિષેધ હોવાથી શબ્દના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે શબ્દરૂપે પરિણમતો નથી માટે અશબ્દ છે. ૬. આમ છ પ્રકારે શબ્દના નિષેધથી તે અશબ્દ છે.
(હવે “અનિર્દિષ્ટસંસ્થાન” વિશેષણ સમજાવે છે:-) પુદ્ગલદ્રવ્ય વડે રચાયેલું જે શરીર તેના સંસ્થાન (આકાર) થી જીવને સંસ્થાનવાળો કહી શકાતો નથી માટે જીવ અનિર્દિષ્ટસંસ્થાન છે. ૧. પોતાના નિયત સ્વભાવથી અનિયત સંસ્થાનવાળા અનંત શરીરોમાં રહે છે માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ૨. સંસ્થાન નામકર્મનો વિપાક (ફળ) પુદગલોમાં જ કહેવામાં આવે છે (તેથી તેના નિમિત્તથી પણ આકાર નથી) માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ૩. જુદાં જુદાં સંસ્થાનરૂપે પરિણમેલી સમસ્ત વસ્તુઓનાં સ્વરૂપ સાથે જેની સ્વાભાવિક સંવેદનશક્તિ સંબંધિત (અર્થાત્ તદાકાર) છે એવો હોવા છતાં પણ જેને સમસ્ત લોકના મિલાપથી (-સંબંધથી) રહિત નિર્મળ ( જ્ઞાનમાત્ર) અનુભૂતિ થઈ રહી છે એવો હોવાથી પોતે અત્યંતપણે સંસ્થાન વિનાનો છે માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ૪. આમ ચાર હેતુથી સંસ્થાનનો નિષેધ કહ્યું.
(હવે “અવ્યક્ત' વિશેષણને સિદ્ધ કરે છે:-) છ દ્રવ્યસ્વરૂપ લોક જે શેય છે અને વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ૧. કષાયોનો સમૂહું જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ૨. ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન (અંતર્ભત) છે માટે અવ્યક્ત છે. ૩. ક્ષણિક વ્યક્તિમાત્ર નથી માટે અવ્યક્ત છે. ૪. વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે. ૫. પોતે પોતાથી જ બાહ્ય-અત્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com