________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
નમ: સરવે
* ઉપોદ્યાત *
[ પ્રથમ આવૃત્તિ પ્રસંગે ] ભગવાન કુંદકુંદાચાર્યદેવપ્રણીત આ “સમયપ્રાભૃત” અથવા “સમયસાર” નામનું શાસ્ત્ર “દ્વિતીય શ્રુતસ્કંધ'માંનું સર્વોત્કૃષ્ટ આગમ છે.
દ્વિતીય શ્રુતસ્કંધ'ની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે આપણે પટ્ટાવલિઓના આધારે સંક્ષેપમાં પ્રથમ જોઈએ.
આજથી ૨૪૬૬ વર્ષ પહેલાં આ ભરતક્ષેત્રની પુણ્યભૂમિમાં જગપૂજ્ય પરમ ભટ્ટારક ભગવાન શ્રી મહાવીરસ્વામી મોક્ષમાર્ગનો પ્રકાશ કરવા માટે સમસ્ત પદાર્થોનું સ્વરૂપ પોતાના સાતિશય દિવ્યધ્વનિ દ્વારા પ્રગટ કરતા હતા. તેમના નિર્વાણ પછી પાંચ શ્રુતકેવળી થયા, જેમાં છેલ્લા શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામી થયા. ત્યાં સુધી તો દ્વાદશાંગશાસ્ત્રના પ્રરૂપણથી વ્યવહાર-નિશ્ચયાત્મક મોક્ષમાર્ગ યથાર્થ પ્રવર્તતો રહ્યો. ત્યાર પછી કાળદોષથી ક્રમે ક્રમે અંગોના જ્ઞાનની બુચ્છિત્તિ થતી ગઈ. એમ કરતાં અપાર જ્ઞાનસિંધુનો ઘણો ભાગ વિચ્છેદ પામ્યા પછી બીજા ભદ્રબાહુસ્વામી આચાર્યની પરિપાટીમાં બે સમર્થ મુનીઓ થયા-એકનું નામ શ્રી ધરસેન આચાર્ય અને બીજાનું નામ શ્રી ગુણધર આચાર્ય. તેમની પાસેથી મળેલા જ્ઞાન દ્વારા તેમની પરંપરામાં થયેલા આચાર્યોએ શાસ્ત્રો ગૂંચ્યાં અને વીર ભગવાનના ઉપદેશનો પ્રવાહ વહેતો રાખ્યો.
શ્રી ધરસેન આચાર્યને અગ્રાયણીપૂર્વના પાંચમાં “વસ્તુ' અધિકારના મહાકર્મપ્રકૃતિ નામના ચોથા પ્રાભૂતનું જ્ઞાન હતું. તે જ્ઞાનામૃતમાંથી અનુક્રમે ત્યાર પછીના આચાર્યો દ્વારા પખંડાગમ તથા તેની ધવલા-ટીકા, ગોમ્મસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર આદિ શાસ્ત્રો રચાયાં. આ રીતે પ્રથમ શ્રુતસ્કંધની ઉત્પત્તિ છે. તેમાં જીવ અને કર્મના સંયોગથી થયેલા આત્માના સંસારપર્યાયનું-ગુણસ્થાન, માર્ગણાસ્થાન આદિનું સંક્ષિપ્ત વર્ણન છે, પર્યાયાર્થિકનયને પ્રધાન કરીને કથન છે. આ નયને અશુદ્ધદ્રવ્યાર્થિક પણ કહે છે અને અધ્યાત્મભાષાથી અશુદ્ધનિશ્ચયનય અથવા વ્યવહાર કહે છે.
શ્રી ગુણધર આચાર્યને જ્ઞાનપ્રવાદપૂર્વના દશમા વસ્તુના ત્રીજા પ્રાભૂતનું જ્ઞાન હતું. તે જ્ઞાનમાંથી ત્યાર પછીના આચાર્યોએ અનુક્રમે સિદ્ધાંતો રચ્યા. એમ સર્વજ્ઞ ભગવાન મહાવીરથી ચાલ્યું આવતું જ્ઞાન આચાર્યોની પરંપરાથી ભગવાન કુંદકુંદાચાર્યદેવને પ્રાપ્ત થયું. તેમણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com