________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪]
સમાધિતંત્ર इदानी मूढात्मनोऽन्तरात्मनश्च त्यागोपादानविषयं प्रदर्शयन्नाह
त्यागादाने बहिर्मूढः करोत्यध्यात्ममात्मवित् ।
नान्तर्बहिरूपादानं न त्यागो निष्ठितात्मनः ।। ४७।। टीका- मूढो बहिरात्मा त्यागोपादाने करोति। क्व ? बहिर्बाह्ये हि वस्तुनि द्वेषोदयादभिलाषाभावान्मूढात्मा त्यागं करोति रागोदयात्तत्राभिलाषोत्पत्तेरूपादानमिति। आत्मवित् अन्तरात्मा पुनरध्यात्मनि स्वात्मरूप एव त्यागोपादाने करोति। तत्र हि त्यागोरागद्वेषादेरन्तर्जल्पविकल्पादेर्वा। स्वीकारश्चिदानन्दादेः ।यस्तु निष्ठितात्मा कृतकृत्यात्मा तस्य अन्तर्बहिर्वा नोपादानं तथा न त्यागोऽन्तर्बहिर्वा ।। ४७।।
પોતાના જ્ઞાનના વિષયને તુરત પલટી નાખે છે અને જ્ઞાનાનંદસ્વરૂપને જ જ્ઞાનનો વિષય બનાવે છે. તેની વારંવાર ભાવના ભાવતાં રાગ-દ્વેષની વૃત્તિ સ્વયં ક્રમે ક્રમે ટળી જાય છે. ૪૬.
હવે બહિરાત્મા અને અન્તરાત્માના ત્યાગગ્રહણના વિષયને સ્પષ્ટ કરતાં કહે છે :
શ્લોક ૪૭ અન્વયાર્થ : (મૂઢ:) મૂર્ખ બહિરાભા (વદિ:) બાહ્ય પદાર્થોનો (ત્યાવાને રોતિ) ત્યાગ અને ગ્રહણ કરે છે, (નાત્મવિ ) આત્માના સ્વરૂપને જાણનાર અત્તરાત્મા (અધ્યાત્મ ત્યવાને રાતિ ) અંતરંગ રાગ-દ્વેષનો ત્યાગ અને સમ્યકત્નત્રયરૂપ આત્મસ્વરૂપનું ગ્રહણ કરે છે, પરંતુ (નિશિતાત્મન:) શુદ્ધસ્વરૂપમાં સ્થિત આત્માને (કન્ત: વદિ:) અંતરંગ અને બહિરંગ કોઈપણ પદાર્થનો (ન ત્યારેT:) ન તો ત્યાગ હોય છે અને (ન ઉપાવાન) ન તો ગ્રહણ હોય છે.
ટીકા : મૂઢ બહિરાત્મા ત્યાગ-ગ્રહણ કરે છે, શામાં (કરે છે)? બહારમાં એટલે બાહ્ય વસ્તુમાં દ્રષના ઉદયને લીધે અભિલાષાના અભાવના કારણે મૂઢાત્મા (બહિરાભા) તેનો (બાહ્ય વસ્તુનો) ત્યાગ કરે છે અને રાગનો ઉદય થતાં તેની અભિલાષાની ઉત્પત્તિના કારણે તેનું (બાહ્ય વસ્તુનું) ગ્રહણ કરે છે; પરંતુ આત્મવિદ્દ એટલે અન્તરાત્મા આત્મામાં જ અર્થાત્ આત્મસ્વરૂપ વિશે જ ત્યાગ ગ્રહણ કરે છે. ત્યાં ત્યાગ તો રાગ-દ્વેષાદિનો કે અન્તર્જલ્પરૂપ વિકલ્પાદિનો અને સ્વીકાર (ગ્રહણ) ચિદાનંદાદિનો હોય છે.
જે નિષ્ઠિતાત્મા અર્થાત્ કૃતકૃત્ય આત્મા છે તેને અન્તરમાં કે બાહ્યમાં (કાંઈ ) ગ્રહણ નથી તથા અંતરમાં કે બાહ્યમાં (કાંઈ ) ત્યાગ નથી. ભાવાર્થ : બહિરાત્મા, જે પદાર્થ ઇષ્ટ લાગે છે તેને ગ્રહણ કરવા ઈચ્છે છે અને જે પદાર્થ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com