________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
अथोक्तप्रकारसिद्धस्वरूपस्य तत्प्राप्त्युपायस्य चोपदेष्टारं सकलात्मानमिष्टदेवता
विशेषं स्तोतुमाह
जयन्ति यस्यावदतोऽपि भारतीविभूतयस्तीर्थकृतोप्यनीहितुः । शिवाय धात्रे सुगताय विष्णवे जिनाय तस्मै सकलात्मने नमः ।।२।। टीका- यस्य भगवतो जयन्ति सर्वोत्कर्षेण वर्तन्ते । का: ? भारतीविभूतयः
[પ
પ્રશ્ન : પંચપરમેષ્ઠીમાં પહેલાં અરિહંત દેવ છે; તો તેમના બદલે અહીં સિદ્ધ ભગવાનને પ્રથમ નમસ્કાર કેમ કર્યા ?
ઉત્તર : સિદ્ધ દશા તે આત્માનું પરમ ધ્યેય છે. તે જ આત્માને ઇષ્ટ છે. ગ્રન્થકર્તા વ્યાખ્યાતા, શ્રોતા અને અનુષ્ઠાતાને સિદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરવાની ભાવના છે, તેથી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી કર્તાએ ગ્રન્થની શરૂઆત કરી છે. જેને જે ગુણની પ્રાપ્તિની ભાવના હોય તે તે ગુણધારીનું બહુમાન કરી તેને નમસ્કાર કરે એ સ્વાભાવિક છે. જેમ ધનુર્વિદ્યાની પ્રાપ્તિનો અભિલાષી પુરુષ ધનુર્વિધા જાણનારનું બહુમાન કરે છે, તેમ સિદ્ધપદની પ્રાપ્તિની ભાવનાવાળો સિદ્ધપદને પામેલા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને શુદ્ધાત્માનો આદર કરે છે.
જીવ,
વળી આ અધ્યાત્મ શાસ્ત્ર છે તેથી તેમાં પ્રથમા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરવા તે ઉચિત છે."
શ્રી કુન્દકુન્તાચાર્યે પણ શ્રી સમયસારની શરૂઆત કરતાં પ્રથમ ‘ વંવિત્તુ સસિદ્ધ્...’ કહીને સર્વ સિદ્ધોને નમસ્કાર કર્યા છે.
અરહંતાદિને એકદેશ સિદ્ધપણું પ્રગટ થયું છે, માટે સિદ્ધ ભગવાનોને નમસ્કાર કરતાં પંચપરમેષ્ઠી ભગવંતોને પણ તેમાં નમસ્કાર આવી જાય છે.
આ કારણથી શાસ્ત્રકર્તાએ મંગલાચરણમાં પ્રથમ સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે.
હવે ઉક્ત પ્રકારના સિદ્ધસ્વરૂપના તથા તેની પ્રાપ્તિના ઉપાયના ઉપદેશદાતા ઇષ્ટદેવતા વિશેષ ‘સકલાત્મની ’ (અરહંત ભગવાનની ) સ્તુતિ કરતાં કહે છેઃ
શ્લોક ૨
અન્વયાર્થ : (યસ્ય અનૌદ્દિતુ: અપિ) જેમને ઇચ્છા પણ નથી, (સવવત: અપિ) જેમને તાલુ, ઓષ્ઠાદિદ્વારા શબ્દોચ્ચારણ પણ નથી, (તીર્થત:) જેઓ તીર્થના કરનાર છે અને જેમની (ભારતીવિભૂતય:) વાણીની (સર્વ પ્રાણીઓને હિત ઉપદેશવારૂપ) વિભૂતિએ (નયન્તિ) જયવંત વર્તે છે, (તસ્મૈ) તે (શિવાય) શિવને (ધાત્રે) વિધાતાને-બ્રહ્માને, (સુ।તાય ) સુગતને, (વિષ્ણવે) વિષ્ણુને, (બિનાય) જિનને અને (સત્તાત્મને) સશરી૨ શુદ્ધાત્માને ( અરહંત ૫રમાત્માને ) ( નમ: ) નમસ્કાર હો.
૫. જુઓ : બૃ. દ્રવ્યસંગ્રહ-ગાથા ૧ ની ટીકા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com