________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વ વ્યાકરણોમાં, શ્રી પૂજ્યપાદ સ્વયં વિદ્વાનોના અધિપતિ હતા; અર્થાત્ સર્વ વ્યાકરણપંડિતોમાં શિરોમણિ હતા. શબ્દાવતાર
આ પણ વ્યાકરણનો ગ્રન્થ છે. તે પ્રખ્યાત વૈયાકરણ પાણિનીના વ્યાકરણ ઉપર લખેલો શબ્દાવતાર' નામનો ન્યાસ છે. “નગર” તાલુકાના શિલાલેખમાં તેનો ઉલ્લેખ છે. સર્વાર્થસિદ્ધિ
શ્રી ઉમાસ્વામી રચિત “તત્ત્વાર્થસૂત્ર” ની સંસ્કૃત ટીકારૂપે આ ગ્રન્થ છે. “તત્ત્વાર્થસૂત્ર” ની આ સૌથી પ્રથમ ટીકા છે. તેની પછી શ્રી અકલંકદેવે “તત્ત્વાર્થ રાજવાર્તિક” અને શ્રી વિદ્યાનંદ તત્વાર્થસ્લોક' નામની ટીકાઓ લખી. આ ટીકાઓમાં “સર્વાર્થસિદ્ધિ” નો સારો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેનું ઠીક પ્રમાણમાં અનુસરણ કરવામાં આવ્યું છે. સિદ્ધાંત ગ્રન્થોમાં આ ગ્રન્થ બહુ જ પ્રમાણભૂત ગણાય છે અને જૈન સમાજમાં તેનું સારું મહત્ત્વ અંકાય છે. સમાધિતંત્ર અને ઇષ્ટોપદેશ
આ બંને આધ્યાત્મિક ગ્રન્થો છે. સમાધિતંત્રનું અપરનામ સમાધિશતક છે. તેની સં. ટીકા શ્રી પ્રભાચન્દ્ર કરી છે અને ઇષ્ટોપદેશની સં. ટીકા પં. આશાધરજીએ કરી છે. બંને ગ્રન્થો જૈનસમાજમાં સુપ્રસિદ્ધ છે.
શ્રી પૂજ્યપાદાચાર્ય “સમાધિતંત્ર’ માં શ્રી કુન્દકુન્દાચાર્ય જેવા પ્રાચીન આચાર્યોનાં આગમવાક્યોનું સફળતાપૂર્વક અનુસરણ કર્યું છે. મોક્ષ પાહુડ, સમયસારાદિ આધ્યાત્મિક શાસ્ત્રોનો આંશિક પ્રતિધ્વનિ, આ ગ્રન્થમાં તુલનાત્મક દષ્ટિવાળાને જરૂર જણાયા વગર રહેશે નહિ.
ઉપસંહાર શિલાલેખો, ઉપલબ્ધ ગ્રન્થો અને ઐતિહાસિક ગવેષણાથી જ્ઞાત થાય છે કે પૂજ્યપાદ સ્વામી એક સુપ્રતિષ્ઠિત જૈન આચાર્ય, અદ્વિતીય વૈયાકરણ, મહાન દાર્શનિક, ધુરંધરકવિ, મહાન તપસ્વી અને યુગપ્રધાન યોગીન્દ્ર હતા. મહત્ત્વના વિષયો ઉપર તેમણે જે ગ્રન્થો રચ્યા છે તે તેમની અપાર વિદ્વત્તાની સાક્ષી પૂરે છે.
તેમના દિગંતવ્યાપી યશ અને વિદ્વત્તાથી આકર્ષાઈ કર્ણાટકના ઇ. સ. ૮મી, ૯મી, ૧૦મી શતાબ્દિના પ્રાયઃ સર્વ પ્રાચીન વિદ્વાન કવિઓએ પોતપોતાના ગ્રન્થોમાં બહુ ભક્તિ-ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પે તેમની મુક્તકંઠે ખૂબ ખૂબ પ્રશંસા કરી છે.
૩. સંસ્કૃત ટીકાકાર શ્રી પ્રભાચન્દ્ર પ્રસ્તુત ગ્રન્થની સંસ્કૃત ટીકાને અંતે આપેલી પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે શ્રી પ્રભાચન્દ્ર (પ્રભેન્દુ) આ ગ્રંથના સંસ્કૃત ટીકાકાર છે. કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે તેઓ “શ્રી સમન્તભદ્રાચાર્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com