________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તેમનું નામ
તેમનું દીક્ષાનામ દેવનન્દી હતું; અને પાછળથી તેઓ પૂજ્યપાદ, જિનેન્દ્રબુદ્ધિ આદિ અપર નામોથી લોકમાં પ્રસિદ્ધ થયા. શ્રવણ બેલ્ગોલાના શિલાલેખમાં ઉલ્લેખ છે કે
यो देवनन्दिप्रथमाभिधानो बुद्ध्या महत्या स जिनेन्द्रबुद्धिः । श्री पूज्यपादोऽजनि देवताभिर्यत्पूजितं पादयुगं यदीयम् ।।
(-શ્રવણ બેલ્ગોલ શિ. લે. નં. ૪૦ (૬૪), શક સં. ૧૮૮૫) प्रागभ्यधायि गुरुणा किल देवनन्दी,
बुद्ध्या पुनर्विंपुलया स जिनेन्द्रबुद्धिः । श्री पूज्यपाद इति चैव बुधैः प्रचख्ये,
यत्पूजितः पदयुगे वनदेवताभिः ।।
(શ્ર. શિ. લે. નં. ૧૦૫ (૨૫૪), શક સં. ૧૧૨૦) ઉપરોક્ત લેખોથી જણાય છે કે તેઓ ત્રણ નામ–દેવનન્દી, જિનેન્દ્રબુદ્ધિ અને પૂજ્યપાદ-થી પ્રસિદ્ધ હતા. દેવનન્દીએ તેમના ગુરુએ આપેલું દીક્ષાનામ છે, બુદ્ધિની પ્રકર્ષતા–વિપુલતાના કારણે તેઓએ પાછળથી “જિનેન્દ્રબુદ્ધિ'-એ નામ પ્રાપ્ત કર્યું અને તેમના ચરણયુગલની દેવતાઓએ પૂજા કરી તેથી બુધજનોએ તેમને “પૂજ્યપાદ' નામથી વિભૂષિત કર્યા. તેમની અભુત જીવન-ઘટનાઓ નીચેના શિલાલેખો તેમના જીવન ઉપર સારો પ્રકાશ પાડે છે :
श्रीपूज्यपादोद्धृतधर्मराज्यस्ततः सुराधीश्वरपूज्यपादः । यदीयवैदुष्यगुणानिदानीं वदन्ति शास्त्राणि तदुद्धृतानि ।। धृतविश्वबुद्धिरयमत्र योगिभिः कृतकृत्यभावमनुबिभ्रदुच्चकैः । जिनवद् बभूव यदनगचापहृत्स जिनेन्द्रबुद्धिरिति साधुवर्णित्तः ।।
(શ્ર. શિ. લે. નં. ૧૦૮ (૨૫૮), શક સં. ૧૩૫૫) श्रीपूज्यपादमुनिरप्रतिमौर्षार्द्ध र्मयाद्विदेहजिनदर्शनपूतगात्रः । यत्पाद्धौतजलसंस्पर्शप्रभावात् कालायसं किल तदा कनकीयकार ।।
[8. શિ. લે. નં. ૧૦૮ (૨૫૮)] ઉપરોક્ત શિલાલેખોમાં દર્શાવ્યું છે કે
શ્રી પૂજ્યપાદે ધર્મરાજ્યનો ઉદ્ધાર કર્યો, દેવોના અધિપતિઓએ તેમનું પાદપૂજન કર્યું તેથી તેઓ પૂજ્યપાદ કહેવાયા, તેમના દ્વારા ઉદ્ધાર પામેલાં શાસ્ત્રો આજે પણ તેમના વિદ્યાવિશારદ ગુણોનું કીર્તિગાન કરે છે. તેઓ જિનવ વિશ્વબુદ્ધિના ધારક હતા અર્થાત્ સમસ્ત શાસ્ત્ર વિષયોમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com