________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૯
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર राजाग्रेऽनेकान्तवादेन जिताः। अकम्पनाचार्यस्य चागत्य वार्ता कथिता। तेनोंक्तं सर्वसंघस्त्वया मारितः। यदि वादस्थाने गत्वा रात्रौ त्वमेकाकी तिष्ठासि तदा संघस्य जीवितव्यं तव शुद्धिश्च भवति। ततोऽसौ तत्र गत्वा कायोत्सर्गेण स्थितः मंत्रिभिश्चातिलज्जितैः क्रुद्धै रात्रौ संघं मारयितुं गच्छद्भिस्तमेकं मुनिमालोक्य येन परिभवः कृतः स एव हंतव्य इति पर्यालोच्य तद्वधार्थं युगपच्चतुभिः खङ्गा उद्गूर्णाः । कंपितनगरदेवतया तथैव ते कीलिताः। प्रभाते तथैव ते सर्वलोकैदृष्टाः। रुष्टेन राज्ञा क्रमागता इति न मारिता गर्दभारोहणादिकं कारयित्वा देशान्निर्घाटिताः। अथ कुरुजांगलदेशे हस्तिनागपुरे राजा महापद्मो राज्ञी लक्ष्मीमती पुत्रौ पद्मो विष्णुश्च। स एकदा पद्माय राज्यं दत्वा महापद्मो विष्णुना सह श्रुतसागरचंद्राचार्यस्य समीपे मुनिर्जातः। ते च बलिप्रभृतय आगत्य पद्मराजस्य मंत्रिणो जाताः। कुम्भपुरदुर्गे च सिंहबलो राजा दुर्गबलात् (મુનિએ) રાજાની સામે અનેકાવાદથી તેમને (મંત્રીઓને) જીતી લીધા, અને આવીને તેમણે અકમ્પનાચાર્યને વાત કહી.
અકમ્પનાચાર્યે કહ્યું : “તમે સર્વ સંઘને મારી નાખ્યો. (હવે) જો વાદના સ્થળે જઈને રાત્રે તમે એકલા રહો તો સંઘ જીવશે અને તમારી શુદ્ધિ પણ થશે.”
તેથી તેઓ ત્યાં જઈને કાયોત્સર્ગથી ઊભા રહ્યા. અતિ લજ્જિત થયેલા, ક્રોધે ભરાયેલા અને તેથી રાત્રે સંઘને મારવા જતા તે મંત્રીઓએ તે જ એકલા મુનિને જોઈને જેણે આપણો પરાભવ કર્યો છે તેને હુણવો જ જોઈએ,” એમ વિચારીને તેનો વધ કરવા માટે એકસાથે તે ચારેયે હાથ ઉગામ્યા. કંપિત થયેલા નગરદેવતાએ તેમને તેવા જ (તેવી જ સ્થિતિમાં) ખંભિત કર્યા. સવારે બધા માણસોએ તેમને તેવી જ સ્થિતિમાં (ખંભિત) જોયા. ક્રોધે ભરાયેલા રાજાએ “કમ (વંશપરંપરાએ) આવેલા છે” એમ જાણી તેઓને માર્યા નહિ, પણ ગધેડા ઉપર બેસાડીને તેમને દેશ બહાર કાઢી મૂક્યા.
પછી કુરજાંગલ દેશમાં હસ્તિનાપુરમાં મહાપદ્મ રાજા અને રાણી લક્ષ્મીવતી હતાં. તેમને પદ્મ અને વિષ્ણુ નામના બે પુત્રો હતા. એક દિવસ મહાપદ્મ રાજા પદ્મને રાજ્ય આપી વિષ્ણુ સાથે શ્રુતસાગરચંદ્ર આચાર્યની સમીપમાં મુનિ થયો. અને ત્યારે તે બલિ આદિ આવીને પદ્મરાજના મંત્રીઓ થયા.
તે વખતે કુંતાપુર દુર્ગમાં સિંહબલ રાજા દુર્ગના ( કિલ્લાના) બળથી પદ્મ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com