________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
કહાનજૈનશાસ્ત્રમાળા ]
भीमनाम्ना भिल्लराजेन निजपल्लिकायां नीत्वा प्रधानराज्ञीपदं तव ददामि मामिच्छेति भणित्वा रात्रावनिच्छतीं भोक्तुमारब्धा । व्रतमाहात्म्येन वनदेवतया तस्य ताऽनाद्युपसर्ग: कृतः। देवता काचिदियमिति भीतेन तेनावासितसार्थपुष्पकनाम्नः सार्थवाहस्य समर्पिता। सार्थवाहो लोभं दर्शयित्वा परिणेतुकामो न तया वाञ्छितः। तेन चानीयायोध्यायां कामसेनाकुट्टिन्याः समर्पिता, कथमपि वेश्या न जाता । ततस्तया सिंहराजस्य राज्ञो दर्शिता तेन च रात्रौ हठात् सेवितुमारब्धा । नगरदेवतया तद्व्रतमाहात्म्येन तस्योपसर्गः कृतः। तेन च भीतेन गृहान्निःसारिता । रुदती सखेदं सा कमलश्रीक्षांतिकया' श्राविकेति मत्वाऽतिगौरवेण धृता । अथानंतमतीशोकविस्मरणार्थं प्रियदत्तश्रेष्ठी बहुसहायो
૫૭
ઉ૫૨થી અનંતમતીને મહાઅરણ્યમાં છોડી દીધી. ત્યાં તેને રડતી જોઈને ભીમ નામનો ભીલોનો રાજા તેને પોતાના સ્થાને લઈ ગયો અને ‘તું મને ચાહ (પ્રેમ ક૨ ), હું તને મારી પટરાણી બનાવીશ–' એમ કહીને રાત્રે તેની ઈચ્છા ન હોવા છતાં તેને ભોગવવાની ચેષ્ટા શરૂ કરી. વ્રતના પ્રભાવથી-માહાત્મ્યથી વનદેવતાએ તેના ( ભીલરાજના ) ઉ૫૨ તાડનાદિ ઉપસર્ગ કર્યો.
આ કોઈ દેવતા (દેવી) છે' એમ જાણી ભયભીત થઈને તેણે (તે ભીલ રાજાએ ) ત્યાં મુકામ નાખેલા વણજારાઓના કાફલાના પ્રમુખ પુષ્પક નામના સાર્થવાહને અનંતમતી સોંપી દીધી.
कंतिका घ० ।
સાર્થવાહે લોભ-લાલચ બતાવીને તેની સાથે પરણવાની ઈચ્છા કરી; પરંતુ તેણે ( અનંતમતીએ ) તેની ઈચ્છા સ્વીકારી નહિ. આથી તેણે તેને અયોધ્યામાં લાવીને કામસેના નામની કુટણી ( વેશ્યા ) ને સોંપી. કામસેનાએ તેને વેશ્યા બનાવવા માગી, પરંતુ તે કોઈપણ રીતે વેશ્યા બની નહિ. પછી તેણે (કામસેનાએ ) અનંતમતીને સિંહરાજ નામના રાજાને બતાવી. રાત્રે તે રાજાએ બળજબરીથી તેનું સેવન કરવા પ્રારંભ કર્યો, પણ નગરદેવતાએ તેના વ્રતના માહાત્મ્યથી તેના (રાજા) ઉપર ઉપસર્ગ કર્યો તેથી તે (રાજા ) ભયભીત થયો અને તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી. સખેદ રડતી એવી તેને જોઈને કમલશ્રી નામની ક્ષાન્તિકા (ક્ષુલ્લિકા ) એ “આ (કોઈ ) શ્રાવિકા છે” એમ માનીને અતિ ગૌરવથી (ઘણા માનભેર) પોતાની પાસે રાખી.
પછી અનંતમતીનો શોક ભુલાવવા માટે બહુ સાથીઓ સાથે પ્રિયદત્ત શેઠ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com