________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬
રત્નકરણ્ડક શ્રાવકાચાર
[ભગવાનશ્રીકુંદકુંદनरपतेः शिरसि पुत्रीस्नानजलं क्षिप्यते ? धनपतिनोक्तं यदि पृच्छति राजा जलस्वभावं तदा सत्यं कथ्यते न दोषः । एवं भणिते रूपवत्या तेन जलेन नीरोगीकृत उग्रसेनः। ततो नीरोगेण राज्ञा पृष्टा रूपवती जलस्य माहात्म्यम् । तया च सत्यमेव कथितं। ततो राज्ञा व्याहूतः श्रेष्ठी, स च भीतः राज्ञः समीपमायातः । राजा च गौरवं कृत्वा वृषभसेनां परिणेतुं स याचितः। ततः श्रेष्ठिना भणितं देव ! यद्यष्टाह्निकां पूजां जिनप्रतिमानां करोषि तथा पंजरस्थान् पक्षिगणान् मुञ्चसि तथा गुप्तिषु सर्वमनुष्यांश्च मुञ्चसि तदा ददामि। उग्रसेनेन च तत् सर्वं कृत्वा परिणीता वृषभसेना पट्टरानी च कृता । अतिवल्लभया तयैव च सह विमुच्यान्यकार्य क्रीडां करोति । एतस्मिन् प्रस्तावे यो वाराणस्याः पृथिवीचन्द्रो नाम राजा धृत आस्ते सोऽतिप्रचण्डत्वात्तद्विवाहकालेऽपि न मुक्तः । ततस्तस्य या राज्ञी नारायणदत्ता तया मंत्रिभिः सह
ધનશ્રીએ મંત્રીને ( શેઠને ) કહ્યું, “ અરે શેઠ! રાજાના મસ્તક ઉપર પુત્રીનું સ્નાનજળ કેવી રીતે નખાય ? ”
ધનપતિએ કહ્યું, “ જો રાજા જળના સ્વભાવ સંબંધી પૂછે તો સત્ય કહેવું, તેમાં દોષ
નથી.”
એમ કહેવામાં આવતાં રૂપવતીએ તે જળથી ઉગ્રસેન રાજાને નીરોગી કર્યો. પછી નીરોગી થયેલા રાજાએ રૂપવતીને જળના મહિમા વિષે પૂછ્યું અને તેણે સાચું જ કહ્યું.
પછી રાજાએ શેઠને બોલાવ્યો અને તે (શેઠ ) ડરતાં ડરતાં રાજાની સમીપે આવ્યો. રાજાએ તેનું બહુમાન કરી, વૃષભસેનાને પરણવાની (તેની પાસે) માગણી કરી. પછી શેઠે કહ્યું, “દેવ! જો તમે જિનપ્રતિમાઓની અષ્ટાક્ષિકા પૂજા કરો, પાંજરામાં પૂરેલાં સમસ્ત પક્ષીઓને છોડી મૂકો અને જેલમાં રાખેલા સર્વ મનુષ્યોને મુક્ત કરો તો હું તેને (વૃષભસેનાને ) આપું.”
રાજા ઉગ્રસેને તે બધું કર્યું અને વૃષભસેનાને પરણ્યો તથા તેને પટરાણી બનાવી. રાજા અન્ય બધાં કાર્યો છોડીને તે પ્રિય રાણી સાથે ક્રીડા કરવા લાગ્યો.
તે દરમિયાન જે વારાણસીનો પૃથિવીચંદ્ર નામનો રાજા પકડાયો હતો, તે બહુ પ્રચંડ ( ઉગ્ર ) હોવાથી વિવાહના સમયે પણ તેને છોડવામાં આવ્યો ન હતો. પછી તેની રાણી જે નારાયણદત્તા હતી તેણે મંત્રીઓની સાથે મંત્રણા કરીને પૃથિવીચંદ્રને છોડાવવા
Please inform us of any errors on rajesh@Atma Dharma.com