________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
वक्ष्यमाणस्वरूपाणां। न चैवं षड्द्रव्यसप्ततत्त्वनवपदार्थानां श्रद्धानमसंगृहीतमित्याशंकनीयं 'आगमश्रद्धनादेव तच्छद्धानसंग्रहप्रसिद्धेः। अबाधितार्थप्रतिपादकमाप्तवचनं ह्यागमः। तच्छद्धाने तेषां श्रद्धानं सिद्धमेव। किंविशिष्टानां तेषा ? ‘परमार्थानां' परमार्थभूतानां न पुनबौद्धमत इव कल्पितानां। कथंभूतं श्रद्धानं ? 'अस्मयं' न विद्यते वक्ष्यमाणो ज्ञानदर्पाद्यष्टप्रकार: स्मयो गर्यो यस्य तत्। पुनरपि किंविशिष्टं ? 'त्रिमूढापोढं' त्रिमिद्वैर्वक्ष्यमाणलक्षणैरपोढं रहितं यत् 'अष्टांगं' अष्टौ वक्ष्यमाणानि निःशंकितत्त्वादीन्यंगानि स्वरूपाणि यस्य।।४।।
કહેવામાં આવ્યું છે એવા સ્વરૂપવાળા આપ્ત-આગમ-તપસ્વીનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. કેવી વિશેષતાવાળા આત-આગમ-તપસ્વીનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે? પરમાર્થીનામ' પરમાર્થભૂત આપ્ત-આગમ-તપસ્વીનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે, પરંતુ બૌદ્ધાદિ મતમાં જેવા કલ્પિત આસ-આગમ-તપસ્વી છે તેવાનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન નથી. કેવું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે? “સ્મય' “ત્રિમૂહાપોદ્ર' “મણાં' જેનું જ સ્વરૂપ કહેવામાં આવ્યું છે, એવા સ્વરૂપવાળા જ્ઞાન, દર્પાદિ આઠ પ્રકારના મદથી રહિત, જેનું જ સ્વરૂપ કહેવામાં આવ્યું છે એવા સ્વરૂપવાળી ત્રણ મૂઢતા રહિત અને જેનું જે સ્વરૂપ કહેવામાં આવ્યું છે એવા સ્વરૂપવાળા નિઃશંકિતત્ત્વાદિ આઠ અંગો સહિત શ્રદ્ધાન કરવું, રુચિ કરવી તે સમ્યગ્દર્શન છે.
અહીં કોઈ શંકા કરે કે અન્ય શાસ્ત્રમાં છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થોના શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે પણ અહીં આચાર્ય દેવ-આગમ-તપસ્વીની પ્રતીતિને સમ્યગ્દર્શન કહીને અન્ય શાસ્ત્રમાં પ્રતિપાદિત લક્ષણનો સંગ્રહ કર્યો નથી. તો એવી શંકા કરવી યોગ્ય નથી. કારણ કે આગમના શ્રદ્ધાનથી જ છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થોના શ્રદ્ધાનરૂપ લક્ષણનો સંગ્રહ થઈ જાય છે. કેમ કે “વાલિતાર્થ પ્રતિપવિમાન વનું :' અબાધિત અર્થનું કથન કરનાર આતનું વચન તે જ આગમ છે. તેથી આગમના શ્રદ્ધાનમાં જ છ દ્રવ્યાદિનું શ્રદ્ધાન સંગ્રહિત થઈ જાય છે.
ભાવાર્થ :- સાચા દેવ, સાચા આગમ અને સાચા ગુરુ-એ ત્રણેનું ત્રણ મૂઢતા રહિત, અષ્ટઅંગ સહિત અને આઠ મદ રહિત શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. १. आप्तागमश्रद्धानादेव ख.।
૨. વૌદ્ધમત રૂવ ઘા ३. न विद्यते स्मया वक्ष्यमाणा यत्र इत्यादिपाठः ख.। ४. कथंभूत ख.।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com