________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૩૮ ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
यदि हि जीवो य एव म्रियते स एव जायते, य एव जायते स एव म्रियते, तदैवं सतो विनाशोऽसत् उत्पादश्च नास्तीति व्यवतिष्ठते । यत्तु देवो जायते मनुष्यो म्रियते इति व्यपदिश्यते तदवधृतकालदेवमनुष्यत्वपर्यायनिर्वर्तकस्य देवमनुष्यगतिनाम्नस्तन्मात्रत्वादविरुद्धम् । यथा हि महतो वेणुदण्डस्यैकस्य क्रमवृत्तीन्यने कानि पर्वाण्यात्मीयात्मीयप्रमाणावच्छिन्नत्वात् पर्वान्तरमगच्छन्ति स्वस्थानेषु भावभाज्जि परस्थानेष्वभावभाजि भवन्ति, वेणुदण्डस्तु सर्वेष्वपि पर्वस्थानेषु भावभागपि पर्वान्तरसंबन्धेन पर्वान्तरसंबन्धाभावादभावभाग्भवति; तथा निरवधित्रि - कालावस्थायिनो जीवद्रव्यस्यैकस्य क्रमवृत्तयोऽनेके: मनुष्यत्वादिपर्याया आत्मीयात्मीयप्रमाणा-वच्छिन्नत्वात् पर्यायान्तरमगच्छन्तः स्वस्थानेषु भावभाजः परस्थानेष्वभावभाजो भवन्ति, जीवद्रव्यं तु सर्वपर्यायस्थानेषु भावभागपि पर्यायान्तरसंबन्धेन पर्यायान्तरसंबन्धाभावादभावभाग्भवति।।१९।।
કહ્યો છે ( અર્થાત્ ધ્રુવતાની અપેક્ષાએ સત્નો વિનાશ કે અસત્નો ઉત્પાદ થતો નથી એમ આ ગાથામાં કહ્યું છે ).
જો ખરેખર જે જીવ મરે છે તે જ જન્મે છે, જે જીવ જન્મે છે તે જ મરે છે, તો એ રીતે સત્નો વિનાશ અને અસત્નો ઉત્પાદ નથી એમ નક્કી થાય છે. અને ‘દેવ જન્મે છે ને મનુષ્ય મરે છે' એમ જે કહેવામાં આવે છે તે (પણ) અવિરુદ્ધ કારણ કે મર્યાદિત કાળના દેવત્વપર્યાય અને મનુષ્યત્વપર્યાયને રચનારાં દેવગતિનામકર્મ અને મનુષ્યગતિનામકર્મ માત્ર તેટલા કાળ પૂરતાં જ હોય છે. જેવી રીતે મોટા એક વાંસનાં ક્રમવર્તી અનેક પર્વો પોતપોતાના માપમાં મર્યાદિત હોવાથી અન્ય પર્વમાં નહિ જતાં થકાં પોતપોતાનાં સ્થાનોમાં ભાવવાળાં(– વિદ્યમાન ) છે અને ૫૨ સ્થાનોમાં અભાવવાળાં (-અવિધમાન) છે તથા વાંસ તો બધાંય પર્વસ્થાનોમાં ભાવવાળો હોવા છતાં અન્ય પર્વના સંબંધ વડે અન્ય પર્વના સંબંધનો અભાવ હોવાથી અભાવવાળો (પણ ) છે; તેવી રીતે નિરવધિ ત્રણે કાળે ટકનારા એક જીવદ્રવ્યના ક્રમવર્તી અનેક મનુષ્યત્વાદિપર્યાયો પોતપોતાના માપમાં મર્યાદિત હોવાથી અન્ય પર્યાયમાં હિ જતા થકા પોતપોતાનાં સ્થાનોમાં ભાવવાળા છે અને પર સ્થાનોમાં અભાવવાળા છે તથા જીવદ્રવ્ય તો સર્વપર્યાયસ્થાનોમાં ભાવવાળું હોવા છતાં અન્ય પર્યાયના સંબંધ વડે અન્ય પર્યાયના સંબંધનો અભાવ હોવાથી અભાવવાળું (પણ ) છે.
૧. પર્વ=એક ગાંઠથી બીજી ગાંઠ સુધીનો ભાગ; કાતળી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com