________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૪ ]
[ ભગવાનશ્રીકુંદકુંદ
ऐकेन पर्यायेण प्रलीयमानस्यान्येनोपजायमानस्यान्वयिना गुणेन ध्रौव्यं बिभ्राणस्यैकस्याऽपि वस्तुनः समुच्छेदोत्पादधौव्यलक्षणमस्तित्वमुपपद्यत एव । गुणपर्यायैः सह सर्वथान्यत्वे त्वन्यो विनश्यत्यन्यः प्रादुर्भवत्यन्यो ध्रवुत्वमालम्बत इति सर्वं विप्लवते । ततः साध्वस्तित्वसंभवप्रकारकथनम्। कायत्वसंभवप्रकारस्त्वयमुपदिश्यते । अवयविनो हि जीवपुद्गलधर्माधर्माकाशपदार्थास्तेषामवयवा अपि प्रदेशाख्याः परस्परव्यतिरेकित्वात्पर्यायाः उच्यन्ते । तेषां तैः सहानन्यत्वे कायत्वसिद्धिरूपपत्तिमती । निरवयवस्यापि परमाणोः सावयवत्वशक्तिसद्भावात् कायत्वसिद्धिरनपवादा। न चैतदाङ्कयम्
પંચાસ્તિકાય સંગ્રહ
તે ગુણો છે. તેથી એક પર્યાયથી પ્રલય પામતી, અન્ય પર્યાયથી ઊપજતી અને અન્વયી ગુણથી ધ્રુવ રહેતી એક જ વસ્તુને ‘વ્યય-ઉત્પાદ-ધૌવ્યલક્ષણ અસ્તિત્વ ઘટે છે જ. અને જો ગુણો ને પર્યાયો સાથે (વસ્તુને) સર્વથા અન્યત્વ હોય તો તો અન્ય કોઈ વિનાશ પામે, અન્ય કોઈ પ્રાદુર્ભાવ( ઉત્પાદ ) પામે અને વળી અન્ય કોઈ ધ્રુવ રહે- એ રીતે બધું વિપ્લવ પામે. તેથી (પાંચ અસ્તિકાયોને ) અસ્તિત્વ કયા પ્રકારે છે તે સંબંધી આ (ઉપર્યુક્ત) કથન સાચું-યોગ્યન્યાયયુક્ત છે.
હવે (તેમને ) કાયત્વ કયા પ્રકારે છે તે ઉપદેશવામાં આવે છે:- જીવ, પુદ્દગલ, ધર્મ, અધર્મ, અને આકાશ એ પદાર્થો અવયવી છે. પ્રદેશો નામના તેમના જે અવયવો છે તેઓ પણ પરસ્પર વ્યતિરેકવાળા હોવાથી પર્યાયો કહેવાય છે. તેમની સાથે તે (પાંચ) પદાર્થોને અનન્યપણું હોવાથી કાયત્વસિદ્ધિ ઘટે છે. ૫૨માણુ (વ્યક્તિ-અપેક્ષાએ ) “ નિરવયવ હોવા છતાં તેને સાવયવપણાની શક્તિનો સદ્દભાવ હોવાથી કાયત્વસિદ્ધિ ૬ નિરપવાદ છે. ત્યાં એવી આશંકા કરવી યોગ્ય નથી કે પુદ્દગલ સિવાયના
+
સદાય સદશતા રહેતી હોવાથી તેમનામાં સદાય અન્વય છે, તેથી ગુણો દ્રવ્યના અન્વયી વિશેષો (અન્વયવાળા ભેદો ) છે. ]
૧. અસ્તિત્વનું લક્ષણ અથવા સ્વરૂપ વ્યય-ઉત્પાદ-ધ્રૌવ્ય છે.
૨. વિપ્લવ=અંધાધૂંધી; ઊથલપાથલ; ગોટાળો; વિરોધ.
૩. અવયવી=અવયવવાળા; અંશવાળા; અંશી; જેમને અવયવો (અર્થાત્ ) એકથી વધારે પ્રદેશો) હોય
એવા.
૪. પર્યાયનું લક્ષણ પરસ્પર વ્યતિરેક છે. આ લક્ષણ પ્રદેશોમાં પણ વ્યાપે છે, કારણ કે એક પ્રદેશ બીજા પ્રદેશરૂપ નહિ હોવાથી પ્રદેશોમાં પરસ્પર વ્યતિરેક છે; તેથી પ્રદેશો પણ પર્યાયો કહેવાય છે.
૫. નિરવયવ=અવયવ વગરનો; અંશ વગરનો; નિરંશ; એકથી વધારે પ્રદેશ વિનાનો.
૬. નિ૨૫વાદ=અપવાદ રહિત. [ પાંચ અસ્તિકાયોને કાયપણું હોવામાં એક પણ અપવાદ નથી, કારણ કે (ઉપચારથી ) પરમાણુને પણ શક્તિ-અપેક્ષાએ અવયવો-પ્રદેશો છે. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com