SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮ ] પંચાસ્તિકાયસંગ્રહ [ ભગવાનશ્રીકુંદકુંદ फलचेतनाप्रधानप्रवृत्तयो वनस्पतय इव केवलं पापमेव बध्नन्ति। उक्तञ्च-'"णिच्छयमालम्बंता णिच्छयदो णिच्छयं अयाणंता। णासंति चरणकरणं बाहरिचरणालसा केई''। હલકા (નિકૃષ્ટ) કર્મફળની ચેતનાના પ્રધાનપણાવાળી પ્રવૃત્તિ જેને વર્તે છે એવી વનસ્પતિની માફક, કેવળ પાપને જ બાંધે છે. કહ્યું પણ છે કે-'ચ્છિયમાનસ્વંતા ઇચ્છયરો frઋયું નવાગંતા સંતિ વર[૨નું વીદરિવરના વહેપ [ અર્થાત નિશ્ચયને અવલંબનારા પરંતુ નિશ્ચયથી ( ખરેખર) નિશ્ચયને નહિ જાણનારા કેટલાક જીવો બાહ્ય ચરણમાં આળસુ વર્તતા થકા ચરણપરિણામનો નાશ કરે છે.] ૧. આ ગાથાની સંસ્કૃત છાયા આ પ્રમાણે છે: નિશ્ચયમાનસ્વન્તો નિશ્ચયતો નિશ્ચયમનાનન્ત: | નાશયન્તિ चरणकरणं बाह्यचरणालसाः केऽपि।। ૨. શ્રી જયસેનાચાર્યવિરચિત ટીકામાં (વ્યવહાર-એકાંતનું સ્પષ્ટીકરણ કર્યા પછી તુરત જ) નિશ્ચયએકાંતનું નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે: વળી જેઓ કેવળનિશ્ચયાવલંબી વર્તતા થકા રાગાદિવિકલ્પરહિત પરમસમાધિરૂપ શુદ્ધ આત્માને નહિ ઉપલબ્ધ કરતા હોવા છતાં, મુનિએ (વ્યવહારે) આચરવાયોગ્ય પડ–આવશ્યકાદિરૂપ અનુષ્ઠાનને તથા શ્રાવકે (વ્યવારે) આચરવાયોગ્ય દાનપૂજાધિરૂપ અનુષ્ઠાનને દૂષણ દે છે, તેઓ પણ ઉભયભ્રષ્ટ વર્તતા થકા, નિશ્ચયવ્યવહાર-અનુષ્ઠાનયોગ્ય અવસ્થાતરને નહિ જાણતા થકા પાપને જ બાંધે છે (અર્થાત્ કેવળ નિશ્ચય-અનુષ્ઠાનરૂપ શુદ્ધ અવસ્થાથી જાદી એવી જે નિશ્ચય-અનુષ્ઠાન અને વ્યવહારઅનુષ્ઠાનવાળી મિશ્ર અવસ્થા તેને નહિ જાણતા થકા પાપને જ બાંધે છે), પરંતુ જો શુદ્ધાત્માનુષ્ઠાનરૂપ મોક્ષમાર્ગને અને તેના સાધકભૂત (વ્યવહારસાધનરૂપ) વ્યવહારમોક્ષમાર્ગને માને, તો ભલે ચારિત્રમોહના ઉદયને લીધે શક્તિનો અભાવ હોવાથી શુભ-અનુષ્ઠાન રહિત હોય તથાપિ -જોકે તેઓ શુદ્ધાત્મભાવના સાપેક્ષ શુભ-અનુષ્ઠાનરત પુરુષો જેવા નથી તોપણ-સરાગ સમ્યકત્વાદિ વડ વ્યવહારસમ્યગ્દષ્ટિ છે અને પરંપરાએ મોક્ષને પામે છે. આમ નિશ્ચય-એકાંતના નિરાકરણની મુખ્યતાથી બે વાકય કહેવામાં આવ્યાં. [ અહીં જે જીવોને “વ્યવહારસમ્યગ્દષ્ટિ કહ્યા છે તેઓ ઉપચારથી સમ્યગ્દષ્ટિ છે એમ ન સમજવું. પરંતુ તેઓ ખરેખર સમ્યગ્દષ્ટિ છે એમ સમજવું. તેમને ચારિત્ર-અપેક્ષાએ મુખ્યપણે રાગાદિ ક્યાત હોવાથી સરાગ સમ્યકત્વવાળા કહીને ‘વ્યવહારસમ્યગ્દષ્ટિ' કહ્યા છે. શ્રી જયસેનાચાર્યદેવે પોતે જ ૧૫૦-૧૫૧ મી ગાથાની ટીકામાં કહ્યું છે કે-જ્યારે આ જીવ આગમભાષાએ કાળાદિલબ્ધિરૂપ અને અધ્યાત્મભાષાએ શુદ્ધાત્માભિમુખ પરિણામરૂપ સ્વસંવેદનશાનને પ્રાપ્ત કરે છે ત્યારે પ્રથમ તો તે મિથ્યાત્વાદિ સાત પ્રકૃતિઓના ઉપશમ અને ક્ષયોપશમ વડે સરાગ-સમ્યગ્દષ્ટિ થાય છે.] Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy