________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
चेतनां मनागप्यसंभावयन्तः
प्रभूतपुण्यभारमन्थरितचित्तवृत्तयः, सुरलोकादिक्केशप्राप्तिपरम्परया सुचिरं संसारसागरे भ्रमन्तीति। उक्तञ्च-''चरणकरणप्पहाणा ससमयपरमत्थमुक्कवावारा। चरणकरणस्स सारं णिच्छयसुद्धं ण जाणंति''।।
येऽत्र केवलनिश्चयावलम्बिनः सकलक्रियाकर्मकाण्डाडम्बरविरक्तबुद्धयोऽर्धमीलित
જરા પણ નહિ ઉત્પન્ન કરતા થકા, પુષ્કળ પુણ્યના ભારથી મંથર થઈ ગયેલી ચિત્તવૃત્તિવાળા વર્તતા થકા, દેવલોકાદિના કલેશની પ્રાપ્તિની પરંપરા વડ ઘણા લાંબા કાળ સુધી સંસારસાગરમાં
ભમે છે. કહ્યું પણ છે કે વરરપૂETTI Hસમયપરસ્થમુવાવાવાRI | વરરરસ સાર fજીયસુદ્ધ નાનંતિ [ અર્થાત્ જેઓ ચરણપરિણામપ્રધાન છે અને સ્વસમયરૂપ પરમાર્થમાં વ્યાપારરહિત છે, તેઓ ચરણપરિણામનો સાર જે નિશ્ચયશુદ્ધ (આત્મા) તેને જાણતા નથી.]
[ હવે કેવળનિશ્ચયાવલંબી (અજ્ઞાની) જીવોનું પ્રવર્તન અને તેનું ફળ કહેવામાં આવે છેઃ-] .
હવે, જેઓ કેવળનિશ્ચયાવલંબી છે, સકળ ક્રિયાકર્મકાંડના આડંબરમાં વિરક્ત બુદ્ધિવાળા વર્તતા થકા, આંખો અર્થી-વિંચેલી રાખી કાંઈક પણ સ્વબુદ્ધિથી
૧. મંથર = મંદ; જડ; સુસ્ત. ૨. આ ગાથાની સંસ્કૃત છાયા આ પ્રમાણે છેઃ વરણછરાપ્રધાન: સ્વસમયપરમાર્થમુpવ્યાપIST:
चरणकरणस्य सारं निश्चयशुद्धं न जानन्ति।। ૩. શ્રી જયસેનાચાર્યદેવકૃત તાત્પર્યવૃત્તિ-ટીકામાં વ્યવહાર-એકાંતનું નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરવામાં
આવ્યું છે:
જે કોઈ જીવો વિશુદ્ધજ્ઞાનદર્શનસ્વભાવવાળા શુદ્ધાત્મતત્ત્વના સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ નિશ્ચયમોક્ષમાર્ગથી નિરપેક્ષ કેવળશુભાનુષ્ઠાનરૂપ વ્યવહારનયને જ મોક્ષમાર્ગ માને છે, તેઓ તેના વડ દેવલોકાદિના કલેશની પરંપરા પામતા થકા સંસારમાં પરિભ્રમણ કરે છે. પરંતુ જો શુદ્ધાત્માનુભૂતિલક્ષણ નિશ્ચયમોક્ષમાર્ગને માને અને નિશ્ચયમોક્ષમાર્ગનું અનુષ્ઠાન કરવાની શક્તિના અભાવને લીધે નિશ્ચયસાધક શુભાનુષ્ઠાન કરે, તો તેઓ સરાગ સમ્યગ્દષ્ટિ છે અને પરંપરાએ મોક્ષને પામે છે. –આમ વ્યવહાર-એકાંતના નિરાકરણની મુખ્યતાથી બે વાકય કહેવામાં આવ્યાં.
[ અહીં જે “સરાગ સમ્યગ્દષ્ટિ' જીવો કહ્યા તે જીવોને સમ્યગ્દર્શન તો યથાર્થ જ પ્રગટયું છે પરંતુ ચારિત્ર-અપેક્ષાએ તેમને મુખ્યપણે રાગ હયાત હોવાથી તેમને “સરાગ સમ્યગ્દષ્ટિ' કહ્યા છે એમ સમજવું. વળી તેમને જે શુભ અનુષ્ઠાન છે તે માત્ર ઉપચારથી જ “નિશ્ચયસાધક (નિશ્ચયના સાધનભૂત )' કહેવામાં આવ્યું છે એમ સમજવું.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com