________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
सुहपरिणामो पुण्णं असुहो पावं ति हवदि जीवस्स। दोण्हं पोग्गलमेत्तो भावो कम्मत्तणं पत्तो।। १३२।।
शुभपरिणामः पुण्यमशुभः पापमिति भवति जीवस्य। द्वयोः पुद्गलमात्रो भावः कर्मत्वं प्राप्तः।। १३२।।
पुण्यपापस्वरूपाख्यानमेतत्।
जीवस्य कर्तुः निश्चयकर्मतामापन्नः शुभपरिणामो द्रव्यपुण्यस्य निमित्तमात्रत्वेन कारणी-भूतत्वात्तदास्रवक्षणादूर्ध्वं भवति भावपुण्यम्। एवं जीवस्य कर्तुनिश्चयकर्मतामापन्नोऽशुभपरिणामो
द्रव्यपापस्य
निमित्तमात्रत्वेन कारणीभूतत्वात्तदास्रवक्षणादूर्ध्वं
શુભ ભાવ જીવના પુણ્ય છે ને અશુભ ભાવો પાપ છે; તેના નિમિત્તે પૌદ્ગલિક પરિણામ કર્મપણું લહે. ૧૩૨.
અન્વયાર્થઃ- [ નીવચ્ચ] જીવના [ મ પરિણામ: ] શુભ પરિણામ [પુષ્પ ] પુણ્ય છે અને [અશુમ: ] અશુભ પરિણામ [પાપમ્ તિ ભવતિ] પાપ છે; [કયો.] તે બંને દ્વારા [ પુનમીત્ર: ભાવ: ] પુદ્ગલમાત્ર ભાવ [ ફર્મવં પ્રાત:] કર્મપણાને પામે છે (અર્થાત્ જીવના પુણ્ય-પાપભાવના નિમિત્તે શાતા-અશાતાવેદનીયાદિ પુદ્ગલમાત્ર પરિણામ વ્યવહારથી જીવનું કર્મ કહેવાય છે).
ટીકા:- આ, પુણ્ય-પાપના સ્વરૂપનું કથન છે.
જીવરૂપ કર્તાના *નિશ્ચય કર્મભૂત શુભપરિણામ દ્રવ્યપુણ્યને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી “દ્રવ્યપુણાસ્રવ 'ના પ્રસંગને અનુસરીને (-અનુલક્ષીને) તે શુભ પરિણામ “ભાવપુણ્ય' છે. (શાતા વેદનીયાદિ દ્રવ્યપુણાસ્રવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના શુભ પરિણામ નિમિત્તકારણ છે માટે ‘દ્રવ્યપુણાસ્રવ ” પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તભૂત શુભ પરિણામને પણ
ભાવપુર્ણ' એવું નામ છે.) એવી રીતે જીવરૂપ કર્તાના નિશ્ચયકર્મભૂત અશુભ પરિણામ દ્રવ્યપાપને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી ‘દ્રવ્યપારાગ્નવ”ના પ્રસંગને અનુસરીને (અનુલક્ષીને) તે અશુભ પરિણામ “ભાવપાપ ” છે.
* જીવ કર્તા છે અને શુભ પરિણામ તેનું (અશુદ્ધનિશ્ચયનય) નિશ્ચય કર્મ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com