________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૧૫૯ भिन्नस्वभावभूतौ मूलपदार्थों। जीवपुद्गलसंयोगपरिणामनिर्वृत्ताः सप्तान्ये पदार्थाः। शुभपरिणामो जीवस्य, तन्निमित्तः कर्मपरिणामः पुद्गलानाञ्च पुण्यम्। अशुभपरिणामो जीवस्य, तन्निमित्तः कर्म-परिणामः पुद्गलानाञ्च पापम्। मोहरागद्वेषपरिणामो जीवस्य, तन्निमित्त: कर्मपरिणामो योगद्वारेण प्रविशतां पुद्गलानाञ्चास्रवः। मोहरागद्वेषपरिणामनिरोधो जीवस्य, तन्निमित्तः कर्मपरिणामनिरोधो योगद्वारेण प्रविशतां पुद्गलानाञ्च संवरः। कर्मवीर्यशातनसमर्थो बहिरङ्गांतरङ्गतपोभिबृंहित-शुद्धोपयोगो जीवस्य, तदनुभावनीरसीभूतानामेकदेशसंक्षयः समुपात्तकर्मपुद्गलानाञ्च निर्जरा। मोहरागद्वेषनिग्धपरिणामो जीवस्य, तन्निमित्तेन कर्मत्वपरिणतानां जीवेन सहान्योन्यसंमूर्च्छनं पुद्गलानाञ्च बंधः। अत्यंतशुद्धात्मोपलम्भो जीवस्य , जीवेन सहात्यंत
જીવ અને પુદ્ગલના સંયોગપરિણામથી નીપજતા સાત બીજા પદાર્થો છે. (તેમનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે:-) જીવના શુભ પરિણામ (તે પુણ્ય છે ) તેમ જ તે (શુભ પરિણામ) જેનું નિમિત્ત છે એવા પુદ્ગલોના કર્મપરિણામ (–શુભકર્મરૂપ પરિણામ) તે પુણ્ય છે. જીવના અશુભ પરિણામ (તે પાપ છે) તેમ જ તે (અશુભ પરિણામ) જેનું નિમિત્ત છે એવા પુદ્ગલોના કર્મપરિણામ (-અશુભકર્મરૂપ પરિણામ) તે પાપ છે. જીવના મોહરાગદ્વેષરૂપ પરિણામ (તે આસ્રવ છે) તેમ જ તે (મોહરાગદ્વેષરૂપ પરિણામ) જેનું નિમિત્ત છે એવા જે યોગદ્વારા પ્રવેશતાં પુદગલોના કર્મપરિણામ તે આસ્રવ છે. જીવના મોહરાગદ્વેષરૂપ પરિણામનો નિરોધ (તે સંવર છે) તેમ જ તે (મોહરાગદ્વેષરૂપ પરિણામનો નિરોધ) જેનું નિમિત્ત છે એવો જે યોગદ્વારા પ્રવેશતા પુગલોના કર્મપરિણામનો નિરોધ) તે સંવર છે. કર્મના વીર્યનું (-કર્મની શક્તિનું) શાતન કરવામાં સમર્થ એવો જે બહિરંગ અને અંતરંગ (બાર પ્રકારનાં) તપો વડ વૃદ્ધિ પામેલો જીવનો શુદ્ધોપયોગ (તે નિર્જરા છે) તેમ જ તેના પ્રભાવથી (–વૃદ્ધિ પામેલા શુદ્ધોપયોગના નિમિત્તથી) નીરસ થયેલા એવાં ઉપાર્જિત કર્મપુદ્ગલોનો એકદેશ સંક્ષય તે નિર્જરા છે. જીવના, મોહરાગદ્વેષ વડે સ્નિગ્ધ પરિણામ (તે બંધ છે) તેમ જ તેના (સ્નિગ્ધ પરિણામના ) નિમિત્તથી કર્મપણે પરિણત પુદગલોનું જીવની સાથે અન્યોન્ય અવગાહન (વિશિષ્ટ શક્તિ સહિત એકત્રાવગાહસંબંધ) તે બંધ છે. જીવની અત્યંત શુદ્ધ આત્મોપલબ્ધિ (તે મોક્ષ છે) તેમ જ કર્મપુદ્ગલોનો જીવથી અત્યંત વિશ્લેષ (વિયોગ) તે
૧. શાતન કરવું = પાતળું કરવું હીન કરવું; ક્ષીણ કરવું; નષ્ટ કરવું. ૨. સંક્ષય = સમ્યક્ પ્રકારે ક્ષય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com