________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
अगुरुगलघुगेहिं सया तेहिं अणंतेहिं परिणदं णिचं। गदिकिरियाजुत्ताणं कारणभूदं सयमकजं ।। ८४।।
अगुरुकलघुकैः सदा तैः अनंतैः परिणतः नित्यः।
गतिक्रियायुक्तानां कारणभूतः स्वयमकार्यः।। ८४ ।। धर्मस्यैवावशिष्टस्वरूपाख्यानमेतत्।
अपि च धर्मः अगुरुलघुभिर्गुणैरगुरुलघुत्वाभिधानस्य स्वरूपप्रतिष्ठत्वनिबंधनस्य स्वभाव-स्याविभागपरिच्छेदैः प्रतिसमयसंभवत्षट्स्थानपतितवृद्धिहानिभिरनंतै: सदा परिणतत्वादुत्पाद-व्ययवत्त्वेऽपि स्वरूपादप्रच्यवनान्नित्यः। गतिक्रियापरिणतानामुदा
જે અગુરુલધુક અનંત તે-રૂપ સર્વદા એ પરિણમે, છે નિત્ય, આપ અકાર્ય છે, ગતિપરિણમિતને હેતુ છે. ૮૪.
અન્વયાર્થઃ- [નંત: સૈ: નિધુ.] તે (ધર્માસ્તિકાય) અનંત એવા જે અનુલઘુ (ગુણો, અંશો) તે રૂપે [ સા પરિણત: ] સદા પરિણમે છે, [નિત્ય: ] નિત્ય છે, [ ગતિક્રિયાયુજીનાં ] ગતિક્રિયાયુક્તને [ વારળમૂત: ] કારણભૂત (નિમિત્તરૂપ) છે અને [ સ્વયમ્ કાર્ય:] પોતે અકાર્ય છે.
ટીકાઃ- આ, ધર્મના જ બાકીના સ્વરૂપનું કથન છે.
વળી ધર્મ (ધર્માસ્તિકાય) અનુલઘુ ગુણોરૂપે એટલે કે અગુરુલઘુત્વ નામનો જે સ્વરૂપ પ્રતિષ્ઠત્વના કારણભૂત સ્વભાવ તેના અવિભાગ પરિચ્છેદોરૂપે – કે જેઓ પ્રતિસમય થતી પસ્થાનપતિત વૃદ્ધિહાનિવાળા અનંત છે તેમના રૂપે - સદા પરિણમતો હોવાથી ઉત્પાદવ્યયવાળો છે, તો પણ સ્વરૂપથી શ્રુત નહિ થતો હોવાથી નિત્ય છે; ગતિક્રિયાપરિણતને (ગતિક્રિયારૂપે પરિણમતાં જીવ-પુગલોને ) ° ઉદાસીન
૧. ગુણ-અંશઃ અવિભાગ પરિચ્છેદ (સર્વ દ્રવ્યોની માફક ધર્માસ્તિકાયમાં અગુરુલઘુત્વ નામનો સ્વભાવ
છે. તે સ્વભાવ ધર્માસ્તિકાયને સ્વરૂપ પ્રતિત્વના (અર્થાત સ્વરૂપમાં રહેવાનાં) કારણભૂત છે. તેના
અવિભાગ પરિચ્છેદોને અહીં અગુરુલઘુ ગુણો (–અંશો) કહ્યા છે.]. ૨. પસ્થાનપતિત વૃદ્ધિહાનિક સ્થાનમાં સમાવેશ પામતી વૃદ્ધિહાનિક પદ્ગણ વૃદ્ધિાનિ.
[ અગુરુલઘુત્વસ્વભાવના અનંત અંશોમાં સ્વભાવથી જ સમયે સમયે પગુણ વૃદ્ધિહાનિ થયા કરે
૩. જેમ સિદ્ધભગવાન, ઉદાસીન હોવા છતાં, સિદ્ધગુણોના અનુરાગરૂપે પરિણમતા ભવ્ય જીવોને સિદ્ધગતિના સહકારી કારણભૂત છે, તેમ ધર્મ પણ, ઉદાસીન હોવા છતાં, પોતપોતાના ભાવોથી જ ગતિરૂપે પરિણમતાં જીવ-પુદગલોને ગતિનું સહકારી કારણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com