________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૦
પ્રવચનસાર પ્રવચનો ૪૪૪ છે? આહા... હા! થોડામાં બહુ-ઘણું ભર્યું છે ભાઈ ! દ્રવ્યત્વ તે ભાવ કહેવાય છે એ દ્રવ્યનો “ભાવ” કહેવાય ને..! દ્રવ્ય (જે છે) ભ ભાવવાળું ને દ્રવ્યત્વ (તે) ભાવ. (અથવા) દ્રવ્ય ભાવવાળું-ગુણવાળું અને સત્તા-દ્રવ્યત્વ તે ગુણ. તે “ભાવ” નામથી કહેવાતો ગુણ જ હોવાથી કહે છે ને દ્રવ્યનો આ “ભાવ”. તો એ ભાવ તે ગુણ જ છે. આહા.... હા! દ્રવ્યનો “અસ્તિત્વ' ભાવ. દ્રવ્યનો સત્તાભાવ. પણ ઈ દ્રવ્યનો સત્તાભાવ તે દ્રવ્ય જ છે. આહા... હા! આહા... હા... હા... હા ! આચાર્યોએ! દિગંબર સંતોએ! કામ કર્યું છે! માણસને આગ્રહ છોડીને જરી (વિચારવું જોઈએ) ખોટું લાગે કે આ બધું (ત્યારે) અમારું શું ખોટું? બાપુ! માણસને. વિચાર તો કર ભાઈ ! આહા! આવી વાતની ગંધ ક્યાં છે બીજે શાસ્ત્રમાં ય. આ કરો. આ કરો... આ કરો... આ કરો.. અહીંયાં કહે છે કે તું કરવાનું કહે છે, ( તો સાંભળ) એની સત્તાના પરિણામ એનામાં ને તારી સત્તાના પરિણામ તારામાં (થઈ જ રહ્યા છે.) શું કરવું છે તારે? આહા. હા! કેમ કે ઈ દ્રવ્ય (શું ) સત્તા વિનાનું છે? અને ઈ સત્તા ઉત્પાદવ્યયધ્રૌવ્ય વિનાની છે? અને ઉત્પાદવ્યયધ્રૌવ્ય વિનાનું એ દ્રવ્ય છે? (નથી જ.) આહા. હા! આવી વાત છે. (લોકો તો ) વાદ-વિવાદ કરે પછી, નહીં? આનાથી આમ રહ્યું- કર્મનો આકરો ઉદય આવે ત્યારે વિકાર થાય જ. નહીંતર વિકાર છે ઈ સ્વભાવ થઈ જાય. અહીંયાં કહે છે કે વિકાર થવાનો પર્યાય તે સમયે સત્તાનામના ગુણનું એ જાતનું અસ્તિત્વ પરિણામ થવાનું છે ઈ ઉત્પાદબયધ્રૌવ્યરૂપે પોતાથી થયું છે. કર્મને લઈને નહીં. આહા.... હા !
હવે આ રતનચંદજી તો ક્યાં આવે ત્યાં ઈ જ નાખે છે. આવે તે એ કર્મને લઈને થાય, કરમને લઈને થાય, કરમને લઈને થાય- જ્ઞાનાવરણીયને લઈને જ્ઞાન થાય. આહા.... હા! અહીંયાં કહે છે કે ઈ જ્ઞાનનું જે ઓછા-વત્તાપણું થાય છે ઈ જ્ઞાનમાં સત્તા નામનો ગુણ છે અથવા જ્ઞાનમાં જ્ઞાનનું
યાતવાળો ગુણ છે ને....! એ હયાતીવાળી પોતે જ ઉત્પાદવ્યય (ધ્રૌવ્ય) પણે થાય છે. ધ્રૌવ્યપણું રાખીને, ઉત્પાદપણે (પોતે જ થાય છે. હીણી પર્યાય થાવ કે અધિક થાવ. એ પોતાના જ ઉત્પાદવ્યય (દ્રવ્ય) થી થાય છે, પરને લઈને નહીં'. આહા. હા.... હા! આ મોટો વાંધો હતો ને.? વર્ણાજી હારે. ઈ એણે લખ્યું છે બધા પુસ્તકો (માં). સોનગઢનું સાહિત્ય જૂઠું છે. બૂડાડી મૂકશે બધાને ! આહાહા! એણે આ વાત સાંભળી નો'તી. આહા.... હા !
(કહે છે કેઃ) કોઈ પણ સમયે, કરમનો ઉત્પાદ-વ્યય, એની સત્તાના ને સથી છે. શું કીધું? ઈ કરમ છે તેની સત્તાથી છે ને “ઉત્પાદવ્યયધ્રૌવ્ય યુક્ત સત્ તેનું દ્રવ્ય છે. એટલે ઈ સતથી સત્તા છે ને સત્તાથી પરિણમન છે ને ઈ બધું અભેદ છે. આહા.હા! એમ ભગવાન આત્મામાં, વિકારના પરિણામ છે ઈ ઉત્પાદપણે, સત્તા નામના કે અસ્તિત્વગુણને લઈને ઉત્પાદત્રયપણે પરિણમે છે તે સત્તાગુણનું પરિણમન છે. ઈ કરમને લઈને નહીં. આહા...હા! (માથે હાથ મૂકીને લોકો બોલે છે ને) અમારે શું કરવું ભાઈ, કરમનું જોર છે. કરમનું જોર છે. કરમનું જોર છે. ઈ તદ્દન બધી મિથ્યા-ભ્રમણા છે. આહાહા!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com