________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૦
પ્રવચનસાર પ્રવચનો ૪૪૩ માટે થશે. બોલાવે કે ન બોલાવે! એ તો એ વખતે બોલાવે નહીં તો ય પર્યાય થવાની તે થવાની. આહી.. હા ! અને દાકતરનો આત્મા પણ તે વખતે પોતાના ઉત્પાદવ્યયધ્રૌવ્યના પરિણમનમાં તે પર્યાય થાયને! તે આવે છે. આહા.... હા.... હા! બહુ આકરું કામ! આખી દુનિયામાંથી જુદો પડી જા! કહે છે. જુદો છો. પડી જા એટલે....! (જુદો છો જ.).
(કહે છે) આ સંયોગોને દેખીને, મારી પર્યાયમાં ફેરફાર થયો, બીજાની પર્યાયમાં સંયોગને લઈને ફેરફાર થયો, એ ભુલી જા! આહા... હા.... હા. હા! તે તે કાળે તેના ઉત્પાદવ્યયને સ્વભાવ ધ્રૌવ્ય (એટલે) ઉત્પાવવ્યયઘવ્યયુક્ત સત્ એ ઉત્પાદવ્યયધ્રૌવ્ય તે પરિણામ છે. એનું નામ સત્તાના પરિણામ છે. અને સત્તા સદ્રવ્યની છે. તેથી ખરેખર દ્રવ્યના જ એ પરિણામ છે. આહા... હા.... હા ! આ સાંભળ્યું નો હોય તો બેસે નહીં. એકાંત લાગે એને એકાંત! આહા... હા! શું થાય ભાઈ ! ત્રણલોકના નાથ! કેવળી પરમાત્માની આ વાણી છે. આહા... હા ! એ વાણીમાં કાંઈપણ ફેરફાર કરે કે ઓછું, અધિક કે વિપરીત (માને) તો સને સપણે શાસ્ત્રને, એ રીતે ન માને એ તો મિથ્યાદષ્ટિ છે. આહા.. હા! શાસ્ત્રમાં એક પણ પદને, કે એકપણ અક્ષર-આવે છે ને “સૂત્ર પાહુડ” માં ભાઈ ! સૂત્રપાહુડમાં કહે છે કે શાસ્ત્રના એક પદને કે એક અક્ષરને ફેરવે એ મિથ્યાદષ્ટિ છે. આહા.... હા ! ભારે ! આકરું કામ બહુ! આહા... હા !
(કહે છે કેઃ) તો દ્રવ્યની જે સમયની પર્યાય સત્તાને લઈને થઈ, ઈ પરને લઈને થઈ એમ માને ઈ મિથ્યાદષ્ટિ છે. આહા... હા! શું! સ્વતંત્રતાના ઢંઢેરા !! આવા સાંભળ્યા નથી. આહા... હા! (શ્રોતા:) તેની લાયકાત નહોતી તો નહોતું તે વખતે.... (ઉત્તર) માત્ર હાસ્ય જ આહા..!
(અહીંયાં કહે છે કે, “ખરેખર દ્રવ્યથી પૃથભૂત (જુદું) ગુણ એવું કોઈ કે પર્યાય એવું કોઈ પણ ન હોય.” એમ સિદ્ધ કરે કરે છે હવે. કે ગુણ ને ગુણી જુદા નથી. એ (સત્તા) ગુણનું ઉત્પાદવ્યયધ્રૌવ્યનું પરિણમન થયું ઈ (દ્રવ્યનું) ગુણીનું જ થયું છે. એ દ્રવ્ય ને ગુણ બેય અભેદ છે. એમ કહે છે. આહા. હા! “જેમ સુવર્ણથી પૃથભૂત તેની પીળાશ આદિ કે તેનું કુંડણપણું આદિ હોતા નથી.” એ સુવર્ણ એટલે દ્રવ્ય, પીળાશ એટલે ગુણ ને કુંડળ આદિ પર્યાય, એ સુવર્ણથી તેના ગુણો જુદા નથી. અને કુંડળાદિ પર્યાયો હોતાં નથી. સોનાથી સોનાના પીળાશ આદિ ગુણો, અને કુંડળ આદિ પર્યાયો, એ સોનાથી જુદાં હોતાં નથી. આહા.. હા! હજી આ તો દષ્ટાંત છે હોં? “તેમ હવે, તે દ્રવ્યના સ્વરૂપની વૃત્તિભૂત “અસ્તિત્વ' નામથી કહેવાતું જે દ્રવ્યત્વ.” દ્રવ્યનો-સ્વરૂપની હયાતીવાળું એટલે અસ્તિત્વ-સત્તા, નામથી કહેવાતું જે દ્રવ્યત્વ “તે તેનો “ભાવ” નામથી કહેવાતો ગુણ.” દ્રવ્યત્વ નામનો ગુણ, સત્તા નામનો ગુણ, કહેવાતો “ગુણ જ હોવાથી” સત્તા નામનો-દ્રવ્યત્વ નામનો ગુણ જ હોવાથી, “શું તે દ્રવ્યથી પૃથકપણે વર્તે છે? (અર્થાત્ ) સત્તા, ઉત્પાદત્રયધ્રૌવ્યપણે પરિણમી ઈ સત્તા દ્રવ્યથી પૃથકપણે વર્તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com