________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अथास्यात्मन: शुद्धोपयोगानुभावात्स्वयंभुवो भूतस्य कथमिन्द्रियैर्विना ज्ञानानन्दाविति संदेहमुदस्यति
पक्खीणघादिकम्मो अणंतवरवीरिओ अधिकतेजो। जादो अदिदिओ सो णाणं सोक्खं च परिणमदि।।१९।।
निर्दोषिपरमात्मश्रद्धानान्मोक्षो भवतीति कथनरूपेण तृतीयस्थले गाथा गता।। अथास्यात्मनो निर्विकारस्वसंवेदनलक्षणशुद्धोपयोगप्रभावात्सर्वज्ञत्वे सतीन्द्रियैर्विना कथं ज्ञानानन्दाविति पृष्टे प्रत्युत्तरं ददाति-पक्खीणघादिकम्मो ज्ञानाद्यनन्तचतुष्टयस्वरूपपरमात्मद्रव्यभावनालक्षणशुद्धोप-योगबलेन प्रक्षीणघातिकर्मा सन्। अणंतवरवीरिओ अनन्तवरवीर्यः। पुनरपि किंविशिष्टः। अहियतेजो अधिकतेजाः। अत्र तेजः शब्देन केवलज्ञानदर्शनद्वयं ग्राह्यम्। जादो सो स पूर्वोक्तलक्षण आत्मा जात: संजातः। कथंभूतः। अणिंदियो अनिन्द्रिय इन्द्रियविषयव्यापाररहितः। अनिन्द्रियः सन् किं करोति। णाणं सोक्खं च परिणमदि केवलज्ञानमनन्तसौख्यं च परिणमतीति। तथाहि-अनेन व्याख्यानेन
ભેદો કદી ન થવા જોઈએ. પરંતુ એમ તો બનતું નથી અર્થાત્ ભેદો તો જરૂર જોવામાં આવે છે. માટે પદાર્થ સર્વથા ધ્રુવ ન રહેતાં કોઈ અવસ્થાથી ઊપજે પણ છે અને કોઈ અવસ્થાથી નાશ પણ પામે છે. જો એમ ન માનવામાં આવે તો સંસારનો જ લોપ થાય.
આમ દરેક દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમય હોવાથી મુક્ત આત્માને પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અવશ્ય હોય છે. સ્થૂલતાથી જોઈએ તો, સિદ્ધપર્યાયનો ઉત્પાદ થયો, સંસાર-પર્યાયનો વ્યય થયો અને આત્માપણું ધ્રુવ રહ્યું-એ અપેક્ષાએ મુક્ત આત્માને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે. અથવા, મુક્ત આત્માનું જ્ઞાન mય પદાર્થોના આકારે થયા કરે છે તેથી સર્વ જ્ઞય પદાર્થોમાં જે જે પ્રકારે ઉત્પાદાદિ થાય છે તે તે પ્રકારે જ્ઞાનમાં ઉત્પાદાદિ થયા કરે છે, માટે મુક્ત આત્માન સમય સમય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય હોય છે. અથવા વધારે સૂક્ષ્મતાથી જોઈએ તો, અગુરુલઘુગુણમાં થતી પગુણ હાનિવૃદ્ધિને લીધે મુક્ત આત્મામાં સમયે સમયે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વર્તે છે. અહીં જેમ સિદ્ધભગવાનનાં ઉત્પાદાદિ કહ્યાં તેમ કેવળીભગવાનનાં પણ યથાયોગ્ય સમજી લેવાં. ૧૮.
હવે શુદ્ધોપયોગના પ્રભાવથી સ્વયંભૂ થયેલા આ (પૂર્વોક્ત) આત્માને ઈદ્રિયો વિના કઈ રીતે જ્ઞાન અને આનંદ હોય એવા સંદેહનું નિરાકરણ કરે છે:
પ્રક્ષીણઘાતિકર્મ, અનહદવીર્ય, અધિક પ્રકાશ ને ઇંદ્રિય-અતીત થયેલ આત્મા જ્ઞાનસૌખ્ય પરિણમે. ૧૯.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com