________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अथ स्वायम्भुवस्यास्य शुद्धात्मस्वभावलाभस्यात्यन्तमनपायित्वं कथंचिदुत्पादव्ययधौव्ययुक्तत्वं चालोचयति
भंगविहीणो य भवो संभवपरिवज्जिदो विणासो हि। विज्जदि तस्सेव पुणो ठिदिसंभवणाससमवायो।।१७।।
षट्कारकीरूपेण स्वत एव परिणममाणः सन्नयमात्मा परमात्मस्वभावकेवलज्ञानोत्पत्तिप्रस्तावे यतो भिन्नकारकं नापेक्षते ततः स्वयंभूर्भवतीति भावार्थः।। १६ ।। एवं सर्वज्ञमुख्यत्वेन प्रथमगाथा। स्वयंभूमुख्यत्वेन द्वितीया चेति प्रथमस्थले गाथाद्वयं गतम्। अथास्य भगवतो द्रव्यार्थिकनयेन नित्यत्वेऽपि पर्यायार्थिकनयेनानित्यत्वमुपदिशति-भंगविहीणो य भवो भङ्गविहीनश्च भवः जीवितमरणादिसमताभावलक्षणपरमोपेक्षासंयमरूपशुद्धोपयोगेनोत्पन्नो योऽसौ भवः केवलज्ञानो-त्पादः। स किंविशिष्टः। भङ्गविहिनो विनाशरहितः। संभवपरिवज्जिदो विणासो त्ति संभवपरिवर्जितो विनाश इति। योऽसौ मिथ्यात्वरागादिसंसरणरूपसंसारपर्यायस्य विनाशः। स किंविशिष्टः। संभवविहीनः
સામગ્રીની અપેક્ષા રાખી પરતંત્ર થવું નિરર્થક છે. શુદ્ધોપયોગમાં લીન આત્મા પોતે જ છ કારકરૂપ થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તે આત્મા પોતે અનંત શક્તિવાળા જ્ઞાયક સ્વભાવ વડે સ્વતંત્ર હોવાથી પોતે જ કર્તા છે; પોતે અનંત શક્તિવાળા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતો હોવાથી કેવળજ્ઞાન કર્મ છે, અથવા કેવળજ્ઞાનથી પોતે અભિન્ન હોવાથી આત્મા પોતે જ કર્મ છે; પોતાના અનંત શક્તિવાળા પરિણમનસ્વભાવરૂપ ઉત્કૃષ્ટ સાધન વડ કેવળજ્ઞાન કરતો હોવાથી આત્મા પોતે જ કરણ છે; પોતાને જ કેવળજ્ઞાન દેતો હોવાથી આત્મા પોતે જ સંપ્રદાન છે; પોતાનામાંથી મતિ-શ્રુતાદિ અપૂર્ણ જ્ઞાન દૂર કરીને કેવળજ્ઞાન કરતો હોવાથી અને પોતે સહજ જ્ઞાનસ્વભાવ વડે ધ્રુવ રહેતો હોવાથી પોતે જ અપાદાન છે; પોતાનામાં જ અર્થાત્ પોતાના જ આધારે કેવળજ્ઞાન કરતો હોવાથી પોતે જ અધિકરણ છે. આ રીતે
સ્વયં (પોતે જ) છ કારકરૂપ થતો હોવાથી તે “સ્વયંભૂ” કહેવાય છે. અથવા, અનાદિ કાળથી અતિ દઢ બંધાયેલાં ( જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાયરૂપ ) દ્રવ્ય તેમ જ ભાવ ઘાતિકર્માન નષ્ટ કરીને સ્વયમેવ આવિર્ભત થયો અર્થાત્ કોઈની સહાય વિના પોતાની મેળે જ પોતે પ્રગટ થયો તેથી તે “સ્વયંભૂ” કહેવાય છે. ૧૬.
હવે આ સ્વયંભૂને શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિનું અત્યંત અવિનાશીપણું અને કથંચિત્ (કોઈ પ્રકારે) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્તપણું વિચારે છે:
વ્યયહીન છે ઉત્પાદ ને ઉત્પાદહીન વિનાશ છે, તેને જ વળી ઉત્પાદધ્રૌવ્યવિનાશનો સમવાય છે. ૧૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com