SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા ] શેયતત્ત્વ-પ્રજ્ઞાપન ૧૮૫ र्निबन्धनं, स्वयमेवोन्मग्ननिमग्नत्वात्। तथा हि-यदेव पर्यायेणार्फाते द्रव्यं तदेव गुणवदिदं द्रव्यमयमस्य गुणः, शुभ्रमिदमुत्तरीयमयमस्य शुभ्रो गुण इत्यादिवदताभाविको भेद उन्मज्जति। यदा तु द्रव्येणार्यते द्रव्यं तदास्तमितसमस्तगुणवासनोन्मेषस्य तथाविधं द्रव्यमेव शुभ्रमुत्तरीयमित्यादिवत्प्रपश्यतः समूल एवाताभाविको भेदो निमज्जति। एवं हि भेदे निमज्जति तत्प्रत्यया प्रतीतिर्निमज्जति। तस्यां निमज्जत्यामयुतसिद्धत्वोत्थमर्थान्तरत्वं निमज्जति। ततः समस्तमपि द्रव्यमेवैकं भूत्वावतिष्ठते। यदा तु भेद उन्मज्जति, तस्मिन्नुन्मज्जति तत्प्रत्यया प्रतीतिरुन्मज्जति, तस्यामुन्मज्जत्यामयुतसिद्धत्वोत्थमर्थान्तरत्वमुन्मज्जति, तदापि तत्पर्यायत्वेनोन्मज्जज्जलराशेर्जलकल्लोल इव द्रव्यान्न व्यतिरिक्तं स्यात्। एवं सति स्वयमेव सद्रव्यं परसमओ नेच्छति न मन्यते य इदं वस्तुस्वरूपं स हि स्फुटं परसमयो मिथ्यादृष्टिर्भवति। एवं यथा परमात्मद्रव्यं स्वभावत: सिद्धमवबोद्धव्यं तथा सर्वद्रव्याणीति। अत्र द्रव्यं केनापि पुरुषेण न પ્રતીતિનો આશ્રય (-કારણ ) નથી, કારણ કે તે (અતાભાવિક ભેદ) સ્વયમેવ (પોતે જ) ઉન્મગ્ર અને 'નિમગ્ન થાય છે. તે આ પ્રમાણે જ્યારે દ્રવ્યને પર્યાય પ્રાપ્ત કરાવવામાં આવે (અર્થાત્ જ્યારે દ્રવ્યને પર્યાય પ્રાપ્ત કરે છે–પહોંચે છે એમ પર્યાયાર્થિક નયથી જોવામાં આવે છે, ત્યારે જ-“શુક્લ આ વત્ર છે, આ આનો શુક્લત્વગુણ છે” ઇત્યાદિની માફક-‘ ગુણવાળુ આ દ્રવ્ય છે, આ આનો ગુણ છે” તાભાવિક ભેદ ઉન્મગ્ન થાય છે. પરંતુ જ્યારે દ્રવ્યને દ્રવ્ય પ્રાપ્ત કરાવવામાં આવે (અર્થાત દ્રવ્યને દ્રવ્ય પ્રાપ્ત કરે છે– પહોંચે છે એમ દ્રવ્યાર્થિક નયથી જોવામાં આવે), ત્યારે સમસ્ત સનાના ઉન્મેષ જેને અસ્ત થઈ ગયા છે એવા તે જીવને-“શુક્લ વસ્ત્ર જ છે' ઇત્યાદિની માફક-“આવું દ્રવ્ય જ છે” એમ જોતાં સમૂળો જ અતાભાવિક ભેદ નિમગ્ન થાય છે. એ રીતે ભેદ નિમગ્ન થતાં તેના આશ્રયે (-કારણે) થતી પ્રતીતિ નિમગ્ન થાય છે. તે ( પ્રતીતિ) નિમગ્ન થતાં અયુતસિદ્ધત્વજનિત અર્થાતરપણું નિમગ્ન થાય છે. તેથી બધુંય (આખુંય), એક દ્રવ્ય જ થઈને રહે છે. અને જ્યારે ભેદ ઉન્મગ્ન થાય છે, તે ઉન્મગ્ન થતાં તેના આશ્રયે (-કારણે ) થતી પ્રતીતિ ઉન્મગ્ન થાય છે, તે (પ્રતીતિ ) ઉત્પન્ન થતાં અયુતસિદ્ધત્વજનિત અર્થાતરપણું ઉત્પન્ન થાય છે, ત્યારે પણ (તે) દ્રવ્યના પર્યાયપણે ઉન્મગ્ન થતું હોવાથી, -જેમ જળરાશિથી જળકલ્લોલ વ્યતિરિક્ત નથી (અર્થાત્ સમુદ્રથી તરંગ જુદું નથી) તેમ-દ્રવ્યથી વ્યતિરિક્ત હોતું નથી. ૧. ઉન્મગ્ન થવું = ઉપર આવવું, તરી આવવું, પ્રગટ થવું. (મુખ્ય થવું.) ૨. નિમગ્ન થવું = ડૂબી જવું. (ગૌણ થવું.). ૩. ગુણવાસનાના ઉન્મેષ = દ્રવ્યમાં અનેક ગુણો હોવાના વલણનું (અભિપ્રાયનું) પ્રાકટય; ગુણભેદ હોવારૂપ મનોવલણના (અભિપ્રાયના) ફણગા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy