________________
૧૦૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
जातं स्वयं समंतं ज्ञानमनन्तार्थविस्तृतं विमलम् । रहितं त्ववग्रहादिभिः सुखमिति ऐकान्तिकं भणितम् ।। ५९ ।।
स्वयं जातत्वात्, समन्तत्वात्, अनन्तार्थविस्तृतत्वात् विमलत्वात्, अवग्रहादिरहितत्वाच्च प्रत्यक्षं ज्ञानं सुखमैकान्तिकमिति निश्चीयते, अनाकुलत्वैकलक्षणत्वात्सौख्यस्य। यतो हि परतो जायमानं पराधीनतया, असमंतमितरद्वारावरणेन, कतिपयार्थप्रवृत्तमितरार्थबुभुत्सया, समलमसम्यगवबोधेन, अवग्रहादिसहितं क्रमकृतार्थग्रहणखेदेन परोक्षं ज्ञानमत्यन्तमाकुलं
.
प्रतिपादयति-जादं जातं उत्पन्नम् । किं कर्तृ । णाणं केवलज्ञानम् । कथं जातम् । सयं स्वयमेव । पुनरपि किंविशिष्टम्। समत्तं परिपूर्णम् । पुनरपि किंरूपम् । अणंतत्थवित्थडं अनन्तार्थविस्तीर्णम् ।
અન્વયાર્થ:- [ સ્વયં નાતં] સ્વયં (-પોતાથી જ) ઊપજતું, [ સમંત] સમંત (અર્થાત્ સર્વ પ્રદેશથી જાણતું), [અનન્તાર્થવિસ્તૃત] અનંત પદાર્થોમાં વિસ્તૃત, [વિમŕ] વિમળ [g] અને [અવગ્રહાવિમિ: રહિતા] અવગ્રહાદિથી રહિત-[ જ્ઞાન] એવું જ્ઞાન [પેન્તિò સુવું] એકાંતિક સુખ [ કૃતિ મણિતમ્ ] એમ (સર્વજ્ઞદેવે ) કહ્યું છે.
ટીકાઃ- (૧) ‘સ્વયં ઉપજતું' હોવાથી, (૨) '‘સમંત ' હોવાથી, (૩) ‘અનંત પદાર્થોમાં વિસ્તૃત ' હોવાથી, (૪) ‘વિમળ’ હોવાથી અને (૫) ‘અવગ્રહાદિ રહિત ' હોવાથી, પ્રત્યક્ષ જ્ઞાન એકાંતિક સુખ છે એમ નક્કી થાય છે, કારણ કે સુખનું અનાકુળતા જ એક લક્ષણ છે.
(આ વાત વિસ્તારથી સમજાવવામાં આવે છેઃ- )
(૧) ‘૫૨ દ્વારા ઊપજતું' થયું પરાધીનતાને લીધે, (૨) અસમંત ' હોવાથી ઇતર દ્વા૨ોના આવરણને લીધે, (૩) ‘(માત્ર) કેટલાક પદાર્થોમાં પ્રવર્તતું' થકું 'ઇતર પદાર્થોને જાણવાની ઇચ્છાને લીધે, (૪) ‘સમળ ’ હોવાથી અસમ્યક્ અવબોધને લીધે ( –કર્મમળવાળું હોવાથી સંશય-વિમોહ– વિભ્રમ સહિત જાણવાને લીધે), અને (૫) ‘ અવગ્રહાદિ સહિત ' હોવાથી ક્રમે થતા પદાર્થગ્રહણના ખેદને લીધે (–આ કારણોને લીધે), પરોક્ષ જ્ઞાન અત્યંત આકુળ છે; તેથી તે ૫૨માર્થે સુખ નથી.
૧. સમંત
ચારે તરફ–સર્વ ભાગમાં વર્તતું; સર્વ આત્મપ્રદેશેથી જાણતું; સમસ્ત; આખું; અખંડ. ૨. એકાંતિક = પરિપૂર્ણ; છેવટનું; એકલું; સર્વથા.
૩. પરોક્ષ જ્ઞાન ખંડિત છે અર્થાત્ અમુક પ્રદેશો દ્વારા જ જાણે છે, જેમ કે-વર્ણ આંખ જેટલા પ્રદેશો દ્વારા જ (ઇંદ્રિયજ્ઞાનથી ) જણાય છે; અન્ય દ્વારો બંધ છે.
૪. ઇતર = અન્ય; બીજા; તે સિવાયના.
૫. પદાર્થગ્રહણ અર્થાત્ પદાર્થનો બોધ એકીસાથે ન થતાં અવગ્રહ, ઈા વગેરે ક્રમપૂર્વક થતો હોવાથી ખેદ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com