________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૧૭
अज्ञानी वेदक एवेति नियम्यतेण मुयदि पयडिमभव्वो सुट्ट वि अज्झाइदूण सत्थाणि। गुडदुद्धं पि पिबंता ण पण्णया णिव्विसा होति।।३१७।।
न मुञ्चति प्रकृतिमभव्यः सुष्ठ्वपि अधीत्य शास्त्राणि।
गुडदुग्धमपि पिबन्तो न पन्नगा निर्विषा भवन्ति।। ३१७ ।। હવે, “અજ્ઞાની વેદક જ છે' એવો નિયમ કરવામાં આવે છે (અર્થાત્ “અજ્ઞાની ભોક્તા જ છે” એવો નિયમ છે-એમ કહે છે) :
સુરીતે ભણીને શાસ્ત્ર પણ પ્રકૃતિ અભવ્ય નહીં તજે,
સાકરસહિત ક્ષીરપાનથી પણ સર્પ નહિ નિર્વિષ બને. ૩૧૭ ગાથાર્થ:- [ સુ] સારી રીતે [ શાસ્ત્રાળિ] શાસ્ત્રો [ નથી– uિ] ભણીને પણ [ ગમવ્ય: ] અભવ્ય [પ્રવૃતિમ] પ્રકૃતિને (અર્થાત્ પ્રકૃતિના સ્વભાવને) [ મુખ્યતિ] છોડતો નથી, [ ] જેમ સાકરવાળું દૂધ [ fપવન્ત: પ] પીતાં છતાં [પIT: ] સર્પો [ નિર્વિષા: ] નિર્વિષ [ન ભવન્તિ ] થતા નથી.
ટીકાઃ- જેમ આ જગતમાં સર્પ વિષભાવને પોતાની મેળે છોડતો નથી અને વિષભાવ છોડાવવાને મટાડવાને) સમર્થ એવા સાકરસહિત દૂધના પાનથી પણ છોડતો નથી, તેમ ખરેખર અભવ્ય પ્રકૃતિસ્વભાવને પોતાની મેળે છોડતો નથી અને પ્રકૃતિસ્વભાવ છોડાવવાને સમર્થ એવા દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ છોડતો નથી; કારણ કે તેને સદાય, ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્મજ્ઞાનના (–શુદ્ધ આત્માના જ્ઞાનના) અભાવને લીધે, અજ્ઞાનીપણું છે. આથી એવો નિયમ કરવામાં આવે છે (અર્થાત્ એવો નિયમ ઠરે છે) કે અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં સ્થિત હોવાથી વેદક જ છે (-કર્મનો ભોક્તા જ છે).
ભાવાર્થ- આ ગાથામાં, અજ્ઞાની કર્મના ફળનો ભોક્તા જ છે એવો નિયમ કહ્યો. અહીં અભવ્યનું ઉદાહરણ યુક્ત છે. અભવ્યનો એવો સ્વયમેવ સ્વભાવ છે કે દ્રવ્યશ્રુતનું જ્ઞાન આદિ બાહ્ય કારણો મળવા છતાં અભવ્ય જીવ, શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે, કર્મના ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો નથી; માટે આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com