________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૧૬ ]
[૭૧
ભાઈ ! આ દેહ તો જડ-માટી-ધૂળ છે. તેની અવધિ થતાં તે ફડાક છૂટી જશે, અને તું ભવસમુદ્રમાં ક્યાંય ડૂબી જઈશ. ત્યાં તારી કોઈ ખબર લેનારું નહિ હોય (એમ કે ત્યાં તારી અયોગ્યતા જાણીને કોઈ ઉપદેશ દેનારું નહિ હોય). જો આ અવસરે મિથ્યાત્વ ન છૂટયું તો અનંતભવ માથે ઊભા છે. અરે ! કીડા, કીડી, કાગડા, કુતરા, કોળ, નોળ ઇત્યાદિના અનંતા ભવ ઊભા થશે. માટે “રાગ હું નહિ, જ્ઞાન જ હું છું” એવા દઢ સંસ્કાર નાખ. ઓહો! કહે છે-- નિજ શુદ્ધ ચૈતન્યતેજમાં નિશ્ચળ થઈને જ્ઞાનીપણાનું સેવન કર. લ્યો, ભવ્ય જીવોને સંતોએ કરુણા કરીને આવો ઉપદેશ કર્યો છે.
[ પ્રવચન નં. ૩૮૦ (શેષ) ૩૮૧ * દિનાંક ૨૭-૬-૭૭ થી ૨૯-૬-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com