________________
[ ૬૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૧૪-૩૧૫]
(શાર્દૂલવિક્રીડિત ) अज्ञानी प्रकृतिस्वभावनिरतो नित्यं भवेद्वेदको ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः। इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां
शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां ज्ञानिता।।१९७।। શ્લોકાર્થ- [ અજ્ઞાની પ્રકૃતિ–સ્વભાવ-નિરત: નિત્યં વેઢ: ભવેત્ ] અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં લીન-રક્ત હોવાથી (–તેને જ પોતાનો સ્વભાવ જાણતો હોવાથી-) સદા વેદક છે, [1] અને [ જ્ઞાની પ્રકૃતિ–સ્વભાવ-વિરત: નીતુરિત્ વે: નો] જ્ઞાની તો પ્રકૃતિસ્વભાવથી વિરામ પામેલો-વિરક્ત હોવાથી (–તેને પરનો સ્વભાવ જાણતો હોવાથી- ) કદાપિ વેદક નથી. [તિ પર્વ નિયમં નિશ્ચ] આવો નિયમ બરાબર વિચારીને નક્કી કરીને [ નિપુ: અજ્ઞાનિતા ત્યચેતા- ] નિપુણ પુરુષો અજ્ઞાનીપણાને છોડો અને [ શુદ્ધ
–ાત્મમયે મહસિ] શુદ્ધ-એક-આત્મામય તેજમાં [નવનિતૈ: ] નિશ્ચળ થઈને [ જ્ઞાનિતા કાસેવ્યતી] જ્ઞાનીપણાને સેવો. ૧૯૭.
સમયસાર ગાથા ૩૧૬ : મથાળું હવે આ અર્થને ગાથામાં કહે છે:
* ગાથા ૩૧૬: ટીકા ઉપરનું પ્રવચન * “અજ્ઞાની શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે સ્વપરના એકત્વજ્ઞાનથી, સ્વપરના એકત્વદર્શનથી અને સ્વપરની એકત્વપરિણતિથી પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત હોવાથી પ્રકૃતિના સ્વભાવને પણ “હું” પણે અનુભવતો થકો (અર્થાત પ્રકૃતિના સ્વભાવને પણ “આ હું છું” એમ અનુભવતો થકો ) કર્મફળને વેદે છે- ભોગવે છે.'
આત્મા ચિદાનંદઘન પ્રભુ એકલું આનંદનું દળ છે. અહાહા...જ્ઞાનાનંદરસનો સમુદ્ર પ્રભુ આત્મા છે. આવા પોતાના ધ્રુવ સ્વરૂપને નહિ ઓળખવાથી તેને અનાદિથી સ્વરૂપનું અજ્ઞાન છે. તેથી અજ્ઞાનવશ રાગ તે હું છું એમ માનતો થકો તે સ્વપરના એકત્વજ્ઞાનથી, સ્વપરના એકત્વદર્શનથી અને સ્વપરની એકત્વપરિણતિથી પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત થયો છે. ભાઈ ! આ પુણ્ય-પાપનાં જે ભાવ થાય છે તે પ્રકૃતિનો સ્વભાવ છે. અહા! પ્રકૃતિના સ્વભાવમાં ઊભેલો તે પ્રકૃતિના સ્વભાવને “હું” પણે અનુભવતો થકો કર્મફળને વેદે છે-ભોગવે છે.
અરે ભાઈ ! ચોરાસી લાખના અવતારનો ઘોરાતિઘોર દુઃખોથી ભરેલો આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com