________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૧૪-૩૧૫ ]
[૬૧
શોકના ભાવનો ભોક્તા થતો નથી. લોકોને બહારથી લાગે કે તે ભોગવે છે, પણ વાસ્તવમાં જ્ઞાની રાગ કે હુરખશોકના ભાવને ભોગવતો નથી; કેમકે હું ભોગવું એવો અભિપ્રાય અને ક્યાં છે? એને તો એ વિષયો અને તત્સંબંધી હરખશોકના ભાવ-એ બધું ઝેર સમાન ભાસે છે. અહા ! જડ ઈન્દ્રિયો, ભાવેન્દ્રિયો, અને વિષયો –એ બધાથી અધિક પોતાનો જ્ઞાનસ્વભાવ જેને સ્વપણે અંદર પ્રતિભાસ્યો છે તે રાગ અને હુરખશોકના ભાવને કેમ ભોગવે? આનંદનો ભંડાર એવા જ્ઞાનાનંદસ્વભાવી નિજ પરમાત્મદ્રવ્યથી જેણે પ્રેમ બાંધ્યો તે હવે બીજે વિષયાદિમાં રતિ કેમ કરે ? ન જ કરે. આ પ્રમાણે અજ્ઞાનનો અભાવ થતાં જીવ અભોક્તા છે. અભોક્તાપણું આત્માનો સ્વભાવ છે અને તેને ( – સ્વભાવને ) અનુસરનાર જ્ઞાની અભોક્તા છે. આવી વાત છે.
[ પ્રવચન ન. ૩૭૮ (શેષ) થી ૩૮૦ ચાલુ * દિનાંક ૨૭-૬–૭૭]
098 9 08 09 9
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com