________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ તેને અહીં સ્વપરની એકત્વપરિણતિ કહેલ છે; પણ જ્ઞાનની પરિણતિ છે અને રાગની પરિણતિ પણ છે એમ મળીને સ્વપરની એત્વપરિણતિ છે એમ અર્થ નથી. ( જ્ઞાનની પરિણતિ તો જ્ઞાનસ્વભાવના આશ્રયે છે અને તેમાં રાગની પરિણતિ નથી, અને રાગની પરિણતિ પ્રકૃતિના સ્વભાવને આધીન છે અને તેમાં જ્ઞાનપરિણતિ નથી).
તો સમ્યગ્દષ્ટિને રાગ તો આવે છે?
હા, સમ્યગ્દષ્ટિને રાગ આવે છે, પણ તેને સ્વપરના એકત્વરૂપ રાગપરિણતિ નથી, જ્ઞાનપરિણતિ છે. તે રાગનો માત્ર જ્ઞાતા-દષ્ટા રહે છે, રાગનું સ્વામિત્વ કરતો નથી. અહી તો મિથ્યાષ્ટિનાં અસંયમની વાત કરી છે-કે “રાગ તે હું' –એમ માની જ્યાં સુધી તે પ્રવર્તે છે ત્યાં સુધી સ્વપરની એકત્વપરિણતિથી તે અસયત છે. હવે કહે છે
અને ત્યાં સુધી જ પરના અને પોતાના એત્વનો અધ્યાસ કરવાથી કર્તા છે.'
અહા! સ્વપરના એત્વનો એને અધ્યાસ થઈ ગયો છે. ભગવાન આત્માનો તો એક જ્ઞાતા-દષ્ટા સ્વભાવ છે. પરંતુ પ્રકૃતિનો સ્વભાવ જે રાગ તે મારો સ્વભાવ છે એમ માનવાની એને આદત પડી ગઈ છે. વિકાર-વિભાવ તે હું એમ માનવાની એને અનાદિથી ટેવ પડી ગઈ છે. જ્યાં સુધી તેને આ (સ્વપરના એકત્વનો ) અધ્યાસ છે ત્યાં સુધી તે વિકારનો કર્તા છે.
વીતરાગનો ધર્મ કોઈ અપૂર્વ ચીજ છે ભાઈ ! પૂર્વે તે કદીય ધર્મ કર્યો નથી. આ પંચમહાવ્રત અને દયા, દાન આદિના ભાવ કાંઈ અપૂર્વ નથી; એ ભાવ તો પૂર્વે અનંતવાર આ જીવે કર્યા છે. અહા ! અનંતકાળે માંડ મનુષ્યભવ મળે એવા એને અનંત મનુષ્યભવ થયા, અને એનાથી અસંખ્યાતગુણા અનંતવાર નરકના ભવ થયા, વળી એનાથી અસંખ્યાતગુણા અનંતવાર એ દેવ થયો. અધધધ! આટ આટલી વાર પ્રભુ! તું દેવ થયો તે શું પુણ્યભાવ કર્યા વિના થયો? બાપુ! પુણ્યભાવની તને અપૂર્વતા નથી, પરંતુ એક જ્ઞાનસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન તું પ્રગટ કરે એ અપૂર્વ છે. સમજાણું કાંઈ...? ભાઈ ! અત્યારે આ નહિ સમજે તો ક્યારે સમજીશ ? (એમ કે આ દેહુ તો છૂટી જશે અને તું ક્યાંય નિગોદાદિ તિર્યંચમાં અનંતકાળ ખોવાઈ જઈશ, પછી કેમ સમજીશ?)
ભગવાન કેવળીની વાણીમાં આવેલી આ વાત છે કે-ચારગતિમાં પ્રભુ! તું રખડતો થકો ભારે દુઃખી થઈ રહ્યો છે. તેમાં અનંતકાળ તો તારો નિગોદમાં ગયો છે. છહુઢાલામાં આવે છે ને કે –
કાલ અનંત નિગોદ મઝાર, વીત્યો એકેન્દ્રી તન ધાર. આ લસણ અને ડુંગળી આવે છે ને? તેની એક કણીમાં અસંખ્ય ઔદારિક શરીર છે અને એક એક શરીરમાં અનંતા નિગોદના જીવ છે. કેટલા? જે અનંતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com