________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
૪૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ શુદ્ધ દ્રવ્યદષ્ટિથી જોતાં તેઓ છે જ નહિ. પર્યાયદષ્ટિથી જોતાં જીવને-અજ્ઞાન અવસ્થામાં તેઓ છે–એ પ્રમાણે જાણવું.'
જુઓ, આ સરવાળો કીધો; શું ? કે વીતરાગમૂર્તિ આનંદઘન પ્રભુ આત્માને શુદ્ધદ્રવ્યદષ્ટિથી-અંતરદષ્ટિથી જોતાં રાગ-દ્વેષ-મોહ છે જ નહિ. અહાહા....! દ્રવ્યદષ્ટિવંતને -ધર્મીપુરુષને, કહે છે, રાગદ્વેષમોહ છે જ નહિ, કેમકે તેને અજ્ઞાન નથી. પરંતુ વર્તમાન પર્યાય ઉપર જેની દૃષ્ટિ છે, અંશ ઉપર જેની દષ્ટિ છે તેવા પર્યાયદષ્ટિ જીવને રાગદ્વેષમોહ ઉત્પન્ન થાય છે. બહારમાં કોઈ ભલે મહાવ્રતાદિનું પાલન કરતો હોય, પણ એનાથી પોતાને લાભ છે એમ જો માનતો હોય તો તે પર્યાયદષ્ટિ મૂઢ છે, અને તેને અજ્ઞાનના કારણે રાગ-દ્વેષ-મોહ અવશ્ય થાય છે. માટે પર્યાયબુદ્ધિ છોડી, હૈ ભાઈ ! દ્રવ્યદૃષ્ટિ પ્રગટ કર. આ જ તારા હિતનો-કલ્યાણનો ઉપાય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
* કળશ ૨૧૮ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
૪. જ્ઞાનમ્ દિગજ્ઞાનમાવાત્રા-દેખૈ ભવતિ' આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાનભાવથી રાગ-દ્વેષરૂપે પરિણમે છે; ‘વસ્તુત્વ-પ્રશિતિ-વૈશા દશ્યમાનૌ તૌ વિચિત્ ન' વસ્તુત્વમાં મૂકેલી (–સ્થાપેલી, એકાગ્ર કરેલી ) દષ્ટિ વડે જોતાં ( અર્થાત્ દ્રવ્યદષ્ટિથી જોતાં), તે રાગદ્વેષ કાંઈ જ નથી (-દ્રવ્યરૂપ જુદી વસ્તુ નથી ).
.
‘આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાનભાવથી રાગદ્વેષરૂપે પરિણમે છે.' –ઝીણી વાત છે પ્રભુ! અંદર આત્મા છે તે જ્ઞાનપુંજ પ્રભુ ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્યશક્તિનો ૨સકંદ છે. દયા, દાન આદિ પુણ્યભાવ ને હિંસા, જૂઠ આદિ પાપના ભાવ-તે આત્મામાં નથી. શું કીધું? રાગદ્વેષના ભાવ, પુણ્ય-પાપના ભાવ તે શુદ્ધ ચૈતન્યવસ્તુમાં નથી. અહા ! આવો આત્મા, કહે છે, અજ્ઞાનભાવથી રાગદ્વેષરૂપે થાય છે, પરિણમે છે. જેને પોતાની શુદ્ધ ચૈતન્યસત્તા કે જેને એક જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, એક સામાન્યભાવ, નિત્યભાવ, પંચમ પારિણામિકભાવ કહીએ તેનું ભાન નથી તે જીવ અજ્ઞાનભાવથી પુણ્ય ને પાપ અને રાગ ને દ્વેષના ભાવરૂપે પરિણમે છે. અહાહા....! પોતે નિજસ્વભાવથી રાગદ્વેષરૂપે પરિણમતો નથી, ને કર્મને લઈને રાગદ્વેષરૂપે પરિણમે છે એમ પણ નથી, પરંતુ પોતાની વસ્તુના સ્વરૂપનું અજ્ઞાન છે, અભાન છે-તે અજ્ઞાનને લઈને પોતે રાગદ્વેષરૂપે પરિણમે છે. સમજાણું કાંઈ...?
આ શરીર તો જડ માટી–ધૂળ છે, અને કર્મ પણ જડ માટી–ધૂળ છે. એ તો આત્મામાં છે નહિ. વળી એકેક ઈન્દ્રિયના વિષયને જાણે એવી જે ખંડખંડ ભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com