________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
૩૯૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ એનાથી જ્ઞાન થાય એમ માનવું અજ્ઞાન છે. દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ પરñયો છે. એનાથી પોતાને જ્ઞાન થાય એમ માનવું તે અજ્ઞાન છે. જ્ઞાન થવા કાળે તે તે પદાર્થો બાહ્ય નિમિત્ત હો, પણ તે જ્ઞાન ઉપજવાનું વાસ્તવિક કારણ નથી. હવે આવી વાત ઓલા નિમિત્તવાદીઓને ને વ્યવહારના પક્ષવાળાને આકરી લાગે, પણ આ સત્ય વાત છે. વિશ્રામનું એકમાત્ર સ્થાન ભગવાન આત્મા છે; તેની દૃષ્ટિ ન કરતાં ૫૨જ્ઞેયોમાં વિશ્રામ માની અજ્ઞાની જીવ અનંતકાળથી દુ:ખી થઈ રહ્યો છે.
જો એમ છે તો આપ અમને આ સંભળાવો છો શું કરવા?
અરે પ્રભુ! જરા સાંભળ. આ વાણીની ક્રિયા જે થાય છે એ તો જડની ક્રિયા છે ભગવાન ! તને ખબર નથી પ્રભુ! પણ ભગવાન આત્મા તો અંદર અરૂપી ચૈતન્યનો પિંડ શુદ્ધ ચિન્માત્ર વસ્તુ છે, અને આ વાણી જડ ધૂળ છે. તેને કોણ કરે? વાણીને-જડની ક્રિયાને આત્મા કદીય કરતો નથી, વાણી વાણીના કારણે થાય છે, એ તો વાણીને જાણે છે બસ; તે પણ વાણી છે તો જાણે છે એમ નથી. જાણનાર જ્ઞાયક પ્રભુ પોતામાં રહીને પોતાથી જ જાણે છે. આવી સૂક્ષ્મ વાત! સમજાણું કાંઈ...?
હવે ધંધા આડે બિચારો નવો પડે નહિ એટલે ધર્મના નામે ક્રિયાકાંડમાં ચઢી જાય. શું કરે બિચારો? દયા પાળે ને દાન કરે ઇત્યાદિ; પણ અરે ! એણે સ્વદયા અનંતકાળમાં કરી નહિ! પરની દયા પાળવામાં રોકાઈ રહ્યો; પણ પરની દયા કોણ કરી શકે છે? ભાઈ! પરની દયા તો તું કરી શકતો નથી. પ૨ જીવ તો ૫૨ના પોતાના કારણે સુરક્ષિત-જીવિત રહે છે; જ્ઞાની તો દયાનો ભાવ થાય તેને જાણે છે બસ; તે પણ તેના (દયાના વિકલ્પના ) કા૨ણે જાણે છે એમ નથી. દયાનો વિકલ્પ થયો માટે એનું જ્ઞાન થયું છે એમ નથી. અહા આવી વાત !
ભાઈ ! સમ્યગ્દર્શન સ્વભાવસન્મુખના કોઈ અલૌકિક પુરુષાર્થની પ્રાપ્ત થનારી ચીજ છે. પછી ચારિત્ર તો ઓર મહા પુરુષાર્થથી પ્રગટ થાય છે. અહાહા....! પ્રચુર સ્વસંવેદનનો આનંદ જેમાં અનુભવાય છે તે મુનિવરોનું ભાવલિંગ પૂજ્ય છે, પૂજનીક છે. અહા! આવા પરમ પૂજનીક મુનિવરો-આચાર્ય ભગવંતો-કેવળીના કેડાયતીઓ ૫૨મ કરુણા કરીને કહે છે-અરેરે! આ લોકો ૫૨જ્ઞેયો સાથે ૫રમાર્થ સંબંધ માનતા થકા પરાધીન થઈને શુદ્ધ તત્ત્વથી કાં ચ્યુત થાય છે?
ફરી આ જ અર્થને દઢ કરે છેઃ
* કળશ ૨૧૬ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘શુદ્ધ-દ્રવ્ય-સ્વરસ-ભવનાત્' શુદ્ધ દ્રવ્યનું (આત્મા આદિ દ્રવ્યનું) નિજરસરૂપે (અર્થાત્ જ્ઞાન આદિ સ્વભાવે) પરિણમન થતું હોવાથી, ‘શેષમ્ અન્યત્—દ્રવ્ય હિં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com