________________
[ ૩૯૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૫૬ થી ૩૬પ ] દયા, દાન, દેવ-ગુરુ-શાસ્ત્રનાં વિનય-ભક્તિ આદિ શુભરાગરૂપ વ્યવહાર આવે છે, ધર્માત્મા તેને જાણે છે, પણ તેને જાણનારું જ્ઞાન તેને સ્પર્શતું નથી અને તે શુભરાગરૂપ વ્યવહાર જ્ઞાનને સ્પર્શતો નથી. લ્યો, આવું! શુભરાગરૂપ વ્યવહારથી જ્ઞાન નહિ ને જ્ઞાનને કારણે શુભરાગરૂપ વ્યવહાર નહિ. અહો ! આ તો ગજબનું વસ્તુસ્વરૂપ છે.
ત્યારે કોઈ વેદાંતી પૂછે કે-જ્ઞાન શયોને સ્પર્શ કર્યા વિના કેમ જાણે? એમ કે બધું (સર્વ શેયો) જ્ઞાનસ્વરૂપ જ છે.
એમ નથી ભાઈ ! જરા ધીરો થઈને સાંભળ. તારી ચૈતન્યજ્યોતિ-જ્ઞાનજ્યોતિ પ્રભુ બહાર રહેલી અગ્નિને જાણે, પણ તે કાંઈ અગ્નિમાં પ્રવેશ કરે છે, વા અગ્નિ જ્ઞાનમાં પ્રવેશ કરે છે એમ નથી. જુઓ, અરિસો હોય છે ને? તેમાં અગ્નિ, બરફ વગેરે ચીજોનો પ્રતિભાસ થાય છે તે અરિસાની સ્વચ્છતાનો સ્વભાવ છે, બાકી અરિસામાં કાંઈ અગ્નિ, બરફ વગેરે પેસી જતાં નથી, કે અરિસો તે ચીજમાં પ્રવેશતો નથી. તેમ આ ભગવાન આત્મા ચૈતન્ય-અરિસો છે. તેમાં શરીર, મન, વાણી ઇત્યાદિ દેખાય છે, પ્રતિભાસે છે; પણ તે ચીજો જ્ઞાનમાં પ્રવેશતી નથી ને જ્ઞાન તે ચીજોમાં પ્રવેશતું નથી. ભાઈ ! પરૉય છે માટે પરયોનું જ્ઞાન થાય છે એમ નથી. તથા જ્ઞાનને કારણે પરયો વિદ્યમાન છે એમ પણ નથી. પોતામાં પોતાના લક્ષે જ્ઞાનની પર-પ્રકાશક પર્યાય પ્રગટ થાય છે. જ્ઞાનનો સહજ જ સ્વપરપ્રકાશક સ્વભાવ છે. સમજાણું કાંઈ..?
ત્યારે કોઈ (-અજ્ઞાની) પૂછે છે-શું ચશ્માં વિના જ જ્ઞાનથી જણાય?
હા, ભાઈ ! ચશ્માં અને જ્ઞાન વચ્ચે તો અત્યંત અભાવ છે. ચશ્માંથી જ્ઞાન થાય છે એમ કદીય નથી; કેમકે ચશ્માં તો જડ વસ્તુ છે; તેમાં ક્યાં જ્ઞાન છે? અહીં તો આ વાત છે કે જ્ઞાન ચશ્માં આદિ પરને જાણે છે, પરંતુ જ્ઞાન તેને સ્પર્શતું નથી અને તે પરય જ્ઞાનને સ્પર્શતા નથી. હવે આવી વસ્તુસ્થિતિ જ્યાં સુધી જાણે નહિ ત્યાં સુધી જીવ મિથ્યાદષ્ટિ જ છે.
હવે કહે છે- “આમ હોવા છતાં, જ્ઞાનમાં અન્ય દ્રવ્યોનો પ્રતિભાસ દેખીને આ લોકો “જ્ઞાનને પરશયો સાથે પરમાર્થ સંબંધ છે” એવું માનતા થકા જ્ઞાનસ્વરૂપથી શ્રુત થાય છે તે તેમનું અજ્ઞાન છે. તેમના પર કરુણા કરીને આચાર્યદેવ કહે છે કે-આ લોકો તત્ત્વથી કાં ટ્યુત થાય છે?'
અહા! લોકો જ્ઞાનમાં પરદ્રવ્યોનો પ્રતિભાસ દેખીને પરદ્રવ્યો સાથે પોતાને પરમાર્થ સંબંધ હોવાનું માને છે; અર્થાત્ પરશેયોના કારણે જ્ઞાન થતું હોવાનું માને છે. પરંતુ એવું માનવું, અહીં કહે છે, અજ્ઞાન છે. આ શબ્દો પરય છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com